
એડલ્ટ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે ઉર્ફી જાવેદ, સિલ્વર સ્ક્રિન પર ઉર્ફીની બોલ્ડનેસ છવાશે..!
Urfi Javed Debut In Bollywood : પોતાની બોલ્ડનેસ અદા અને ફેશન સેન્સથી લોકોને આકર્ષતી ઉર્ફી જાવેદ હવે બોલિવૂડ ફિલ્મોમાં પોતાની સેક્સી અદાઓથી ધુમ મચાવશે. ઉર્ફીની બોલ્ડ અદા અને ફેશનના લીધે સોશિયલ મીડિયામાં તે ઘણી ફેમસ થઈ છે. ઓટીટી પ્લેટફોર્મ અને સિરિયલોમાં પણ ઉર્ફી જાવેદ કામ કરી ચૂકી છે. ત્યારે તે બોલિવૂડમાં એન્ટ્રી લેવા માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર એકતા કપૂરની “લવ સેક્સ ઓર ધોકા - 2” ફિલ્મમાં લિડિંગ રોલ માટે ઉર્ફી જાવેદને પસંદ કરવામાં આવી છે. પરંતુ આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
તાજેતરમાં સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, ઉર્ફી જાવેદ (Urfi Javed)ને લવ, સેક્સ ઔર ધોખા 2 માટે અપ્રોચ કરવામાં આવી છે, તે લીડ કેરેક્ટરના રોલમાં એકદમ ફિટ બેસે છે.
આ સમાચાર સામે આવતાની સાથે જ ઉર્ફીના ફેન્સની એક્સાઇટમેન્ટ વધી ગઇ છે. પરંતુ આ બાબતે હજૂ સુધી મેકર્સ કે ઉર્ફી તરફથી કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી.
આ પણ વાંચો : રિવૅન્જ પોર્ન વીડિયોનો કેસ: આરોપીને છ વર્ષની સજા, 3 વર્ષથી કરતો હતો બ્લેકમેઈલ...
આ પણ વાંચો : કેટરિના કૈફના ફેન્સ આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાથી કેમ થયા નારાજ ?
થોડા સમય પહેલા જ એકતા કપૂરે 'લવ સેક્સ ઔર ધોખા 2'નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. મહત્વનું છે કે તેમણે 2010માં રિલીઝ થયેલી 'લવ સેક્સ ઔર ધોખા'ની સીક્વલને લઇને કેપ્શનમાં લખ્યું હતું, કોને ગુલાબ અને ચોકલેટની જરૂર છે, જ્યારે તમારી પાસે લાઇક્સ અને રિપોસ્ટ્સ આવી શકે છે.
આ સાથે એકતા કપૂરે ફિલ્મની રિલીઝ ડેટનો પણ ખુલાસો કર્યો હતો. અને જણાવ્યું કે, 'લવ સેક્સ ઔર ધોખા 2' આવનારા વર્ષ એટલે કે 16 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થશે.
મહત્વનું છે કે આ વચ્ચે ઉર્ફી જાવેદ ટીવી એક્ટ્રેસ પણ રહી ચૂકી છે. અને તેણીએ 'મેરી દુર્ગા' અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવા શોઝમાં જોવા મળી છે.
આ પણ વાંચો : રિવૅન્જ પોર્ન વીડિયોનો કેસ: આરોપીને છ વર્ષની સજા, 3 વર્ષથી કરતો હતો બ્લેકમેઈલ...
આ પણ વાંચો : કેટરિના કૈફના ફેન્સ આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાથી કેમ થયા નારાજ ?
જો કે ઉર્ફી(Urfi Javed)ને પોપ્યુલારિટી કરણ જોહરના શો 'બિગ બોસ ઓટીટી'થી મળી હતી. પરંતુ હવે તે પોતાની અતરંગ ફેશન્સને કારણે લાઈમલાઈટમાં સતત રહે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bollywood News