
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં અનરાધાર મેઘમહેર થઈ રહી છે. 24 કલાકમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 21.2 ઈંચ વરસાદ ખાબક્યા બાદ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત છે. જેમાં જુનાગઢના માંગરોળમાં આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 8.5 ઈંચથી વધુ વરસાદ થયો છે. ચાર કલાકમાં 50થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
ચાર કલાકમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના માંગરોળ (226mm) અને માળિયા હાટીના (158mm) નોંધાયો છે. રાજ્યમાં ચાર કલાકમાં 3 તાલુકાઓમાં 100 મિલિમીટરથી વધારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ગીર સોમનાથના પાટણ-વેરાવળ (107mm), વલસાડના વાપી (94mm), ગીર સોમનાથના સુત્રાપાડા (69mm)નો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે આજના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં અમરેલી, ભાવનગર અને વલસાડ માટે રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે જુનાગઢ, ગીર સોમનાથ તથા નવસારી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અને હવામાન વિભાગ દ્વારા 19 જુલાઈ માટે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, બોટાદ સહિત આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને યલો એલર્ટ આપ્યું છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news