
દેશભરમાં ટમેટાંના ભાવ(Tomato Price)માં અચાનક અનેકગણો વધારો થતા લોકોના ખિસ્સાં પર મોટો માર પડ્યો છે. ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. જેથી મોટી સંખ્યામાં લોકોના ભોજનમાંથી ટમેટા ગાયબ થઈ ચૂક્યા છે. એવામાં સરકાર પણ કેટલીક જગ્યાઓએ રાહત દરે ટમેટાં વેચી રહી છે, પણ શાક માર્કેટમાં ટમેટાંના ભાવમાં કોઈ ફરક જણાતો નથી. આ બધાની વચ્ચે એક રસપ્રદ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા ૬૮ ટકા લોકોએ વપરાશમાં ઘટાડો કર્યો છે, જયારે ૧૪ ટકા લોકોએ ઉપયોગ સદંતર બંધ કરી દીધો છે.
સર્વે કરવામાં આવેલા ૮૭ ટકા લોકોએ કન્ફર્મ કર્યું છે કે હાલ ટમેટાંની લેટેસ્ટ ખરીદી માટે તેઓ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા વધારે ચૂકવી રહ્યા છે, જયારે ગ્રામીણ વિસ્તારો અથવા જયાં ટમેટાંનો પાક લેવામાં આવે છે એવા વિસ્તારોના માત્ર ૧૩ ટકા લોકો જ ૧૦૦ રૂપિયા કરતાં ઓછી કિંમત ચૂકવી રહ્યા છે. આ સર્વે કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાથી વધુ કિંમત ચૂકવનારા લોકોની ટકાવારીમાં ખૂબ વધારો થયો છે.
આ પણ વાંચો: સ્માર્ટફોનની ખરીદી સાથે ૨ કિલો ટામેટાં ફ્રી, મધ્યપ્રદેશના મોબાઈલ શોપની ખાસ ઓફર...
આ પણ વાંચો: પોઝિટિવ વાતાવરણ માટે ઘરમાં લગાવો આ 8 છોડ, સુખ-સમૃદ્ધિ સાથે આવકમાં થશે વધારો...
અગાઉના સર્વે સાથેનો તુલનાત્મક અભ્યાસ દર્શાવે છે કે ૨૭ જૂને ૧૮ ટકા પરિવારો ટમેટાં માટે ૧૦૦ રૂપિયા કરતાં વધારે ભાવ ચૂકવી રહ્યા હતા, તેમની ટકાવારી ૧૪ જુલાઈ સુધીમાં વધી છે અને આ ટકાવારી ૮૭ ટકા થઈ ગઈ છે. મર્યાદિત પુરવઠાના કારણે સારાં ટમેટાં નીચા ભાવે દુષ્કર થઈ ગયાં છે. મોટા ભાગના પરિવારો પોતાના કિચન બજેટ પ્રમાણે ખર્ચા કરવાનું પસંદ કરે છે. આ જોતાં સર્વેમાં આવા વપરાશકર્તાઓને પૂછવામાં આવ્યું કે તમે ટમેટાંના વધેલા ભાવનો કેવી રીતે સામનો કરી રહ્યા છો? નોંધપાત્ર છે કે અનેક વિસ્તારોમાં ટમેટાંના ભાવ ૨૦૦ રૂપિયા કરતાં પણ વધુ છે.
સર્વેમાં સૌપ્રથમ ઘરગથ્થુ વપરાશકર્તાઓને પૂછવામાં આવ્યું કે તમારા પરિવારે તાજેતરમાં પ્રતિ કિલો કેટલા રૂપિયા ચૂકવ્યા. તો આ સર્વેમાં ૧૦,૯૭૨ લોકોને સવાલો કરવામાં આવ્યા હતા. જેમાંથી ૪૧ ટકાએ કહ્યું કે તેમણે ટમેટાં માટે ૧૦૦-૧૫૦ રૂપિયા પ્રતિ કિલો વચ્ચે ચૂકવ્યા તો ૨૭ ટકાએ કહ્યું કે ૧૫૦-૨૦૦ રૂપિયા પ્રતિ કિલો ચૂકવી રહ્યા છીએ. ૧૪ ટકા પરિવારોએ ૨૦૦-૨૫૦ રૂપિયા પ્રતિ કિલો અને પાંચ ટકા પરિવારોએ પ્રતિ કિલોના ૨૫૦ રૂપિયા ચૂકવ્યા છે. અને કેટલાક ૧૩ ટકા જેટલા પરિવારો પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા કરતાં ઓછી કિંમતમાં ટમેટાં ખરીદવા માટે ભાગ્યશાળી રહ્યા છે. મહત્વનું છે કે, આ સર્વેમાં ભાગ લેનારા ૬૫ ટકા પુરુષો હતા જયારે ૩૫ ટકા મહિલાઓ હતી. ૪૨ ટકા લોકો ટાયર વન સિટીઝમાંથી, ૩૪ ટકા લોકો ટાયર-૨ સિટીઝમાંથી જયારે ૨૪ ટકા લોકો ટાયર-૩ અને ૪ સિટીઝ તેમજ રુરલ એરિયાઝમાંથી લેવામાં આવ્યા હતા.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - લેટેસ્ટ ગુજરાત સમાચાર