• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અરવલ્લીમાં ક્રિકેટ રમી રહેલો ૨૦ વર્ષીય યુવક ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત થયાનું ખુલ્યું...

અરવલ્લીમાં ક્રિકેટ રમી રહેલો ૨૦ વર્ષીય યુવક ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત થયાનું ખુલ્યું...

07:28 PM July 17, 2023 admin Share on WhatsApp



ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે ત્‍યારે અરવલ્લી જિલ્લામાંથી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં ક્રિકેટ રમતા રમતા એક ૨૦ વર્ષીય યુવકને હૃદયમાં અચાનક દુખાવો ઉપડ્‍યો અને મેદાનમાં જ બેભાન થઈ ગયો. ત્‍યાં હાજર સાથીઓએ આ યુવકના પરિવારના સભ્‍યોને જાણ કરી અને તેઓ તેને હોસ્‍પિટલ લઈ ગયા, પરંતુ જો કે, હોસ્‍પિટલના ફરજ પરના ડોક્‍ટરે તેને મૃત જાહેર કર્યો હતો. એન્‍જિનિયરિંગનો અભ્‍યાસ કરતા પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. તબીબોના જણાવ્‍યા અનુસાર યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હતું.


આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...

આ પણ વાંચો: લગ્ન અને છુટાછેડા: સાતફેરાના બંધનને તોડતા પહેલા આટલું વિચારજો...


મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતો પરવ સોની એન્‍જિનિયરિંગનો અભ્‍યાસ કરતો હતો. તે મિત્રો સાથે શહેરના એક મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. પરિવારના તમામ સભ્‍યો ઘરમાં હાજર હતા. મેદાનમાં ક્રિકેટ રમતી વખતે પરવને છાતીમાં થોડો દુખાવો થયો અને પછી તે બેભાન થઈ ગયો. મેદાન પર હાજર રહેલા તેના મિત્રોએ પરિવારના સભ્‍યોને જાણ કરી અને પછી પરવને નજીકની હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ ગયા, પરંતુ હોસ્‍પિટલ પહોંચતા જ ડોક્‍ટરોએ પરવને મૃત જાહેર કર્યો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્‍યો હતો. પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ૨૦ વર્ષના યુવકના હાર્ટ એટેકની વાત સાંભળીને બધા ચોંકી ગયા છે.

►નાની ઉંમરે હ્રદય રોગના કેસમાં વધારો 

ગુજરાતમાં યુવાનોમાં અચાનક હૃદયરોગના હુમલાના કિસ્‍સાબાદ હવે યુવા કિશોરો પણ મૃત્‍યુ પામી રહ્યા છે. નવસારીમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થિનીના મોત બાદ રાજકોટના ગોંડલમાં એક શાળાની વિદ્યાર્થિનીનું ગુરુપૂર્ણિમાના દિવસે મોત થયું હતું. અગાઉ રાજયના જાણીતા કાર્ડિયોલોજિસ્‍ટ ડો.ગૌરવ ગાંધીનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું હતું. અત્‍યાર સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્‍તારોમાં લગ્નમાં ડાન્‍સ કરતી વખતે, ક્રિકેટ રમતી વખતે, કાર ચલાવતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે ઘટનાસ્‍થળે જ મૃત્‍યુના કિસ્‍સાઓ નોંધાયા છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાત સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us