
ઘરમાં ગરોળીના ત્રાસથી મેળશે મુક્તિ, આ ઘરેલું ઉપાયોથી મિનિટોમાં ભાગી જશે ગરોળી...
Get Rid Of Lizards: ચોમાસાની સિઝનમાં ઘરમાં ગરોળીઓ વધારે આવે છે. ગરોળી ઝેરી કે બિનઝેરી કોઈપણ હોય તેનાથી મોટાભાગના લોકો ડરતા હોય છે. એવામાં ગરોળીને દુર કરવા માટે અલગ અલગ નુસખાઓનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ઘર ચોખ્ખુ રાખો તો ગરોળી આવતી નથી. આ માટે ઘરનું વાતાવરણ હંમેશા ચોખ્ખુ રાખો. પરંતુ આમ છતાં જો ચોમાસામાં ઘરમાં ગરોળી આવે તો તમે તરત આ ઉપાય અજમાવી શકો છો.
તમારા ઘરમાં ગરોળી વધારે આવે છે તો તમે લસણ અને ફુદીનાના પાવડરથી ગરોળીને બહાર કાઢી શકો છો. આ માટે લસણની પેસ્ટ બનાવો અને ફુદીનાનો પાવડર બનાવો. આ બન્ને વસ્તુમાં થોડુ પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યારબાદ ઘરમાં બધી જગ્યાએ છાંટી દો. આમ કરવાથી ચોમાસામાં ગરોળી ઘરમાં આવશે નહીં અને બહાર ભાગી જશે.
►આ પણ વાંચો: પોઝિટિવ વાતાવરણ માટે ઘરમાં લગાવો આ 8 છોડ, સુખ-સમૃદ્ધિ સાથે આવકમાં થશે વધારો...
►આ પણ વાંચો: વરસાદની સિઝનમાં ઘરમાંથી કીડીઓનો ત્રાસ દુર કરવો છે? આ ટિપ્સથી મેળશે અચૂક છુટકારો...
►આ પણ વાંચો: Skin Care : ચેહરો ચમકાવવા આ કુદરતી બ્યુટી ટિપ્સનો કરો ઉપયોગ, મળશે અસરકારક રીઝલ્ટ...
ગરોળી ભગાડવા માટે તમે પેપર સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કાળા મરીનો સ્પ્રે તૈયાર કરી લો. આ માટે કાલી મરી લો અને એને પીસીને પાવડર બનાવો. આ પાવડરમાં ફુદીનાના પાનનો પાવડર મિક્સ કરો. આમાં પાણી નાખો અને મિક્સ કરો. પછી આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ સ્પ્રેને બધી બાજુ છાંટી લો. આમ કરવાથી ગરોળી ઘરની બહાર નિકળી જશે.
ઘરમાં ગરોળીનો ત્રાસ વધી ગયો છે તો તમે ડુંગળીના કટકા કરીને ચારે બાજુ મુકો. આ ડુંગળીના કટકાના સ્મેલથી ગરોળી ઘરની બહાર ભાગી જશે. ડુંગળીનો તમે સ્પ્રે બનાવીને પણ નાખી શકો છો. આ માટે ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી લો. પછી આ પેસ્ટમાં પાણી નાખો અને મિક્સ કરો. ત્યારબાદ આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ સ્પ્રેને ઘરમાં ચારે બાજુ છાંટી દો. આમ કરવાથી ગરોળી ઘરમાંથી બહાર ભાગી જશે.
ગરોળીને ઘરમાંથી દુર કરવા માટે ઘરના દરેક ખુણામાં લાલ મરચુ નાખશો તો ગરોળી આવશે નહીં. લાલ મરચુ જોઇને ઘરમાંથી ગરોળી બહાર ભાગી જશે. આ એક તમારા માટે બેસ્ટ ઉપાય છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. (ગુજ્જુ ન્યુઝ ચેનલ) આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Life Style News