
કહેવાય છે કે વ્યક્તિએ ક્યારેય આશા ન છોડવી જોઈએ. બસ દ્રઢ વિશ્વાસ સાથે કામ કરતા રહેવુ જોઈએ. સતત પરિશ્રમથી સફળતા વહેલા કે પછી આવે જ છે. દેહરાદુનની નિશા ગુપ્તા અને ગુડ્ડી થપલિયાલ નામની બે મમ્મીઓ આનુ એક ઉદાહરણ પુરૂ પાડે છે. લગભગ ત્રણ વર્ષ પહેલા બંનેએ પોતાના ઘરેથી બિઝનેસ શરૂ કર્યો હતો, જે હવે વધીને 2 કરોડ રૂપિયાનો થઈ ગયો છે.
નિશા ગુપ્તા સ્નાતક છે અને એક ઉદ્યોગસાહસિક પરિવારમાંથી આવે છે. તેણે પોતાની દુકાન પર ઘરની ચીજવસ્તુઓ અને કેટલીક ગિફ્ટ્સ વેચીને ધંધાની આવડત વિકસાવી હતી. જ્યારે ગુડ્ડી થપલિયાલે માત્ર 5 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. આ બિઝનેસ શરૂ કરતા પહેલા તેને કોઈપણ પ્રકારનો અનુભવ ન હતો. નિશાના બાળકો, જેઓ આઈટી પ્રોફેશનલ્સ છે, તેમણે તેમની માતાને ઓનલાઈન બિઝનેસનો આઈડિયા આપ્યો હતો.
ગુડ્ડી થપલિયાલ પણ નિશા સાથે કામ કરવા માંગતી હતી. પછી શું, થોડી તૈયારી કર્યા બાદ બંનેએ 2017માં Geek Monkey નામનું ઓનલાઈન ગિફ્ટિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. માર્કેટમાં ઓનલાઈન ગિફ્ટિંગના આવા ઘણા પ્લેટફોર્મ પહેલાથી જ હતા. આવી સ્થિતિમાં નિશા અને ગુડ્ડી સામે મોટો પડકાર એ હતો કે તેઓએ શું કરવું જોઈએ જેથી ગ્રાહક તેમની પાસે દોડ્યા આવે.
આ સાથે, બંને ઇચ્છતા હતા કે તેમની ગિફ્ટ અન્ય વેબ સાઇટ્સથી અલગ હોય, તેથી તેઓએ તેમની વેબ સાઇટ પર ફક્ત વિશિષ્ટ પ્રકારની અને આકર્ષક ગિફ્ટને જ સ્થાન આપ્યું. આ માટે તેમણે વિવિધ પ્રકારના હેન્ડીક્રાફ્ટ આર્ટિસ્ટને ઉમેર્યા હતા. અને પછી શૂં..? મહેનત રંગ લાવી. આજે નિશા અને ગુડ્ડી સફળ બિઝનેસમેન છે. rediff.com મુજબ, ગુડ્ડી તેની સફળતાનો શ્રેય ગ્રાહકો સાથેની વ્યક્તિગત વાતચીતને આપે છે. નિશા અને ગુડ્ડી પાસે તેમના ગ્રાહકો માટે રૂ. 99 થી રૂ. 13,000 સુધીની વસ્તુઓ છે. જેનાથી વર્ષે તેઓ 2 કરોડ સુધીનો બિઝનેસ કરે છે...
gujju news channel - business news in gujarati - gujarati news