• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • જાણો વરસાદને લઈને આગાહી : રાત્રે ગરમ પવન ફૂંકાશે, મોટાભાગના શહેરમાં આટલા ડિગ્રીને પારો જશે!

જાણો વરસાદને લઈને આગાહી : રાત્રે ગરમ પવન ફૂંકાશે, મોટાભાગના શહેરમાં આટલા ડિગ્રીને પારો જશે!

09:04 PM May 24, 2026 Gujju News Channel Share on WhatsApp

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.



Gujarat Weather Forcast : એક તરફ કાળઝાળ ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. શુક્રવારે સુરેન્દ્રનગરમાં તાપમાન 43.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે અમદાવાદ 43.3 ડિગ્રી સાથે ગરમીથી ધગધગી ઉઠ્યું હતું. દરિયાકાંઠાથી આવતા ભેજવાળા પવનોને કારણે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે બફારાનો ડબલ માર લોકોને સહન કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે રાજકોટ સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ દરમિયાન ગરમી સાથે છૂટાછવાયા વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના હોવાથી લોકો માટે હવામાનથી રાહત મળવાની આશા ઓછી દેખાઈ રહી છે.


► ક્યાં સૌથી વધુ તાપમાન નોંધાયું


રાજ્યમાં ગરમીનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈકાલે શુક્રવારે ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચતાં લોકો અકળાઈ ઉઠ્યા હતા. સુરેન્દ્રનગર 43.8°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું, જ્યારે અમદાવાદમાં પણ 43.3°C તાપમાન નોંધાતા લોકો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગરમાં 43°C, રાજકોટમાં 42.9°C અને અમરેલીમાં 42.3°C તાપમાન નોંધાયું છે. ખાસ કરીને અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં અચાનક દોઢથી બે ડિગ્રી જેટલો તાપમાનનો ઉછાળો આવતાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. ગરમીના વધતા પ્રકોપને કારણે લોકોમાં ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ છે.


► જાણો ક્યાં પડશે વરસાદ?


હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે ગઈકાલે જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણ અસ્થિર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબથી રાજસ્થાન સુધી સર્જાયેલી ટ્રફ લાઇનની અસરને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદી છાંટા પડી શકે છે. સાથે જ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.


► આગામી 7 દિવસની આગાહી


હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલથી આખા ગુજરાતમાં વાતાવરણ એકદમ સૂકું થઈ જશે. મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ઘટાડો થવાની આશા નથી. આજે પણ અમદાવાદમાં તાપમાન 43°C અને ગાંધીનગરમાં 42°C ની આસપાસ રહેવાનું અનુમાન છે. એટલે કે, હાલ પૂરતી તો ગરમીથી કોઈ જ રાહત મળવાના એંધાણ નથી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat Weather Forcast



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ

  • 12-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2026
    • Admin
  • ચૂંટણી પૂર્વે જ ભાજપે ગજવ્યું મેદાન! રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા
    • 11-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય (12-06-2026): શુક્રવારે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તમારી રાશિનું ભાગ્ય ચમકશે કે વધશે મુશ્કેલીઓ?
    • 11-06-2026
    • Admin
  • AI 171 Crash: અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
    • 11-06-2026
    • Gujju News Channel
  • 90ના દાયકાના ગીતો આજે પણ કેમ ગમે છે? જાણો તેનું વૈજ્ઞાનિક અને સંગીતમય કારણ
    • 10-06-2026
    • Gujju News Channel
  • બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય
    • 10-06-2026
    • Gujju News Channel
  • PM મોદીએ નહેરુનો રેકોર્ડ તોડ્યો કહ્યું, "12 વર્ષોમાં NDA એ એક સ્થિર સરકાર આપી છે"
    • 10-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-06-2026
    • Gujju News Channel
  • જ્ઞાન સહાયકોનો કરાર વધુ 11 મહિના લંબાવાયો, શૈક્ષણિક વર્ષ 2025-26ના ઉમેદવારોને મળશે લાભ
    • 09-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us