
ગુજરાત(Gujarat) રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા છે. જેમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમજ વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તથા અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદનુ જોર વધવાની સંભાવના સાથે રાજ્યમાં વરસાદી બે સિસ્ટમ સક્રીય થતા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ(Heavy Rain)ની આગાહી છે. એવામાં આજે ફરી એક વરસાદી સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. ચોમાસાનું પહેલુ ડિપ ડિપ્રશેન આવશે. ગુજરાત સહિત દેશના અનેક ભાગને તરબોળ કરશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ જુલાઈ મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ આવ્યા કરશે. રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. હજી પણ વરસાદી સિસ્ટમ આવી રહી છે. તેના કારણે પણ ભારેથી અતિભારે વરસાદ થશે.
આજથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 15થી 20 જુલાઈમા ઉતર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, 18થી 20 જુલાઈથી બીજુ એક વહન આવશે. જેની શરુઆત 19 જુલાઈથી થશે. 19થી 22 અને 23માં ફરી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર બાદ 25 જુલાઈ આસપાસ વધુ એક સિસ્ટમ આવશે. અને રાજ્યના ભાગો તરબોળ થશે. ઓગસ્ટમાં પણ ડિપ્રેશન બનવાની શક્યતા છે.
વાવણી થયા બાદ સતત વરસાદ થઇ રહ્યો છે. ખેડુતો વરાપની રાહ જોઇ રહ્યા છે. જો સતત વરસાદ થાય અને વરાપ ન નીકળે તો કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.વરસાદની એક પછી પછી એક સિસ્ટમ બની રહી છે. જેના કારણે વરસાદ થઇ રહ્યો છે. 17 જુલાઈ બાદ વરસાદ ફરી શરુ થશે અને ત્યાર બાદ કહેવુ મુશ્કેલ છે કે, ક્યારે તડકો નિકળશે. અંબાલાલ પટેલે પણ બનતી સિસ્ટમને જોતા આગાહી કરી છે કે, જૂલાઈ માસના અંત સમયમાં ભારે વરસાદ પડી શકે છે. એવામાં જો તમે વિકેન્ડમાં ફરવા જવાના હો તો તે પૂર્વે તમારે વરસાદથી બચવા માટેની તમામ વ્યવસ્થા કરી લેવી જોઈએ...
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news