
લગ્નના વાયદાઓ કરીને અનેકવાર શારીરિક શોષણ થતા હોય તેવા કિસ્સાઓ સમાજમાં બનતા રહેતા હોય છે. આ મુદ્દે અનેક ફરિયાદો પોલીસના ચોપડે નોંધાતી હોય છે. પુખ્તવયના લોકોમાં લગ્ન(Marriage) લાલચ આપી દુષ્કર્મ(Rape) મામલાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અમદાવાદનાં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના (Supreme Court) અલગ અલગ ચુકાદાને ટાંકીને ચુકાદો આપતા જણાવ્યું હતું કે, જો યુવક અને યુવતી પુખ્તવયના હોય અને સહમતિથી શારીરિક સંબંધો (consensual sex) બાંધ્યા હોય તો બાદમાં તેને દુષ્કર્મ ન કહી શકાય. લગ્નની લાલચ આપીને બંધવામાં આવેલા શારીરિક સંબંધો પર અમદાવાદની (Ahmedabad) એક મહિલા કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. એક દિવસ અગાઉ ઓડીસા હાઈકોર્ટે પણ આવો જ એક ચુકાદો આપ્યો હતો.
સમગ્ર કેસની વિસ્તારથી વાત કરીએ તો અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા અલગ અલગ રાજ્યના મહિલા અને પુરુષ વચ્ચે ઓળખાણ થતાં તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ સંપર્ક બાદ તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જોકે યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને આ સેક્સ સંબંધો બાંધ્યા હતા એવો યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. લગ્નની વાત નીકળતા યુવકે ઇનકાર કરી દેતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એડવોકેટ પુનેશ કામાણીએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ બંને વચ્ચે સમાધાન થઇ જતાં યુવતીએ ફરીયાદ પરત લીધી હતી અને ત્યારબાદ ફરી બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. જોકે ત્યારે પણ લગ્ન કરવામાં ન આવતા યુવતીએ બીજી વાર ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે પુરુષે તેની સાથે લગ્ન સહિતની અન્ય લોભામણી લાલચો આપી હતી અને તેનું અનેક વાર શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ(Gujarat high court)માં કેસ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી ચાલતા હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પુખ્ત વયના બંને પાત્રોએ સહમતિથી જો શારીરિક સંબંધ(Sexual Relations) બાંધ્યા હોય તો તેને દુષ્કર્મ કહેવાય નહીં. પુખ્ત વયની વ્યક્તિને લગ્નના વચન આપ્યા બાદ જો લગ્ન ના થાય તો દુષ્કર્મની ફરિયાદ નોંધી ન શકાય. બંને પાત્ર પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ(Complaint) નોંધાવી ન શકાય. કોઈપણ વ્યક્તિ પુખ્ત વયના હોય છે ત્યારે લગ્નની લાલચે સરેન્ડર કરી શકો નહીં એવું પણ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું. મહત્વનું છે કે અગાઉ પણ આવા કેસમાં ઓડિસા હાઈકોર્ટે આ પ્રકારનો ચૂકાદો આપ્યો હતો.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ahmedabad News