
OMG 2ની રિલીઝ સેન્સર બોર્ડે હાલ પુરતી અટકાવી, 'આદિપુરુષ' ફિલ્મ વાળી ન થાય તે માટે લેવાયો નિર્ણય...
'OMG 2' ફિલ્મની રિલીઝ પર સેન્સર બોર્ડે(Cencer Board) હાલ પુરતો પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મને સેન્સર બોર્ડે સમીક્ષા સમિતિ પાસે મોકલી છે. સેન્સર બોર્ડની રિવ્યુ કમિટીની ચર્ચા બાદ ફિલ્મનું ભાવી નક્કી કરવામાં આવશે. જોકે, અત્યારે ફિલ્મ માટે પ્રતિબંધ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે નહીં. કારણ કે રિવ્યુ ટીમ આ ફિલ્મને થોડા ઘણા સુધારા સાથે રિલિઝની પરમિશન આપી શકે છે. મહત્વનું છે કે, 'આદિપુરુષ' ફિલ્મની રીલિઝ થયા બાદ જેટલા વિવાદ થયા તેને ધ્યાને રાખીને સેન્સર બોર્ડે આ નિર્ણય લીધો છે. OMG-2નું ફિલ્મનું ટીઝર 11 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં અક્ષય કુમાર લાંબા વાળ અને કપાળ પર ભસ્મ સાથે ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી પણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. તેનો પહેલો ભાગ 'OMG' 2012માં રિલીઝ થયો હતો. આ ફિલ્મમાં પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ હવે સેન્સર બોર્ડની પ્રક્રિયામાંથી ફિલ્મ પાસ થાય છે કે કેમ તે હવે જોવાનું રહેશે.
સેન્સર બોર્ડે કેમ ફરી રિવ્યુમાં મોકલી ફિલ્મ ?
સેન્સર બોર્ડને ફિલ્મના ડાયલોગ્સ અને સિન્સ પર વાંધો હોવાથી તેને રિવ્યૂ માટે ફરી મોકલાઈ છે. રિવ્યુ કમિટિ ચોક્કસ ડાયલોગ અને સિન્સનું લિસ્ટ બનાવી તેને સુધારવા કહી શકે છે. પરંતુ વધારે સિન્સ પર વાંધો ઉઠશે તો ફિલ્મની મંજૂરી પર અટકાઈ શકે છે.
ફિલ્મના ટીઝરની ખાસીયત
OMG-2નું ટીઝર 11 જુલાઈએ રિલિઝ થયું હતું. ઓએમજી-2 આસ્તિક અને નાસ્તિક વચ્ચેનો તફાવત પણ બતાવશે. ટીઝરમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીનો દમદાર અંદાજ જોવા મળી રહ્યો છે. પંકજ ત્રિપાઠીના વોઇસ ઓવરથી ટીઝરની શરૂઆત થાય છે. તેમનું કહેવું છે કે, ભગવાન હોય કે ન હોય, વ્યક્તિ આસ્તિક કે નાસ્તિક હોવાનો પુરાવો આપી શકે છે. પરંતુ ભગવાન પોતે બનાવેલા બંદાઓ વચ્ચે ક્યારેય ભેદ પાડતા નથી. નાસ્તિક કાનજી લાલ મહેતા હોય કે આસ્તિક કાંતિ શરણ મુદગલ હોય. આ પછી શિવ બનેલા અક્ષયની એન્ટ્રી થાય છે, જેમાં તે કહે છે, શ્રદ્ધા રાખો, તમે શિવના સેવક છો.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bollywood News