સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા આ મંદીરે સિગારેટ ચઢાવવાથી મનોકામના થાય છે પૂર્ણ, જાણો પૌરાણિક મંદીરની દિવ્યતા...
ભારતમાં એવા અનેક મંદીર(Temple) છે જ્યાં દેવી-દેવતાઓની અનોખી રીતે પૂજા થાય છે. તેમજ અનોખી માન્યતા પ્રમાણે ભોગ અર્પણ થાય છે. આવું જ એક અનોખી પરંપરા ધરાવતું મંદીર આવેલું છે અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી (Sabarmati) નદીના કિનારે એટલે કે અત્યારના રિવરફ્રન્ટ(Riverfront) પર, જ્યાં સેંકડો શ્રદ્ધાળુઓ અઘોરીદાદાની સમાધી પર સિગારેટ (Cigarette) અને ગુલાબ ચઢાવે છે. પુરૂષ હોય કે મહિલા અહીં તમામ લોકો હાથમાં સિગારેટ લઈને ત્યાં પ્રજવલ્લીત અખંડ દિપ વડે સિગારેટને સળગાવી અઘોરી દાદા(Aghoridada) ની સમાધી પર ચઢાવે છે. અને પોતાની મનોકામના પૂર્ણ થવાની આસ્થા રાખે છે.
દર ગુરુવારે સેંકડો શ્રદ્ધાળુઓ અઘોરી દાદાની 'સમાધિ'એ પોતાની મનોકામના પૂર્ણ થવાની આશા સાથે સિગારેટ અને ગુલાબ ચઢાવે છે. અઘોરી દાદાની 'સમાધિ'વાળી આ જગ્યાની ખાસિયત એ છે કે ભક્તો અહીં મોંઘી બ્રાન્ડની સિગારેટ કે ફૂલો ચઢાવી નથી શકતા. ટ્રસ્ટ દ્વારા જ અઘોરી દાદાને પ્રિય એવી જૂની અને સસ્તી બ્રાન્ડની સિગારેટ અને ફૂલો મંદિરમાં આપવામાં આવે છે, જે ભક્તો અઘોરી દાદાને ચઢાવે છે. વ્યક્તિ લક્ઝુરિયસ કારમાં આવે કે ચાલતા આવે તે એક જ બ્રાન્ડની સસ્તી સિગારેટ અઘોરી દાદાને અર્પણ કરે છે. લોકો અહીં મોંઘી સિગારેટ અર્પણ કરી શકતા નથી. આ પૌરાણિક મંદિરમાં શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રગટી રહેલી અખંડ જ્યોતમાંથી સિગારેટ સળગાવીને અઘોરી દાદાને અર્પણ કરવા માટે ત્યાં રહેલા ઘોડામાં લગાવી દે છે. માન્યતા છે કે અઘોરી દાદાના મંદિરમાં આવીને સીગારેટ અર્પણ કરનારા તમામ શ્રદ્ધાળુઓની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અઘોરી દાદાને આ મંત્ર સાથે પ્રાર્થના કરવામાં આવે છે. આ મંત્રની તકતી મંદીરના પરિસરમાં પણ લગાવવામાં આવી છે.
ૐ અઘોરેભ્યો થગોરેભ્યો ઘોર ઘોર તરેભ્ય: //
સર્વેભ્યો સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રૂદ્ર રૂપેભ્યો: //
// ૐ અઘોરાય નમ: //
તત્તપૂરુષાય વિ્દમહે મહાદેવાય ધીમહી તન્નો અઘોરી પ્રચો્દયાત્
// શ્રી ગુરુવે નમ: //
દુધાધરી મહાદેવ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હિતેશ સેવક કહે છે, અઘોરી દાદાની 'સમાધિ' લોકો માટે આખું વર્ષ ખુલ્લી હોય છે. સેવક કહે છે, વધુમાં ટ્રસ્ટી કહે છે કે, દધિચી આશ્રમ તો અમદાવાદ શહેરની સ્થાપના પહેલાથી સ્થાપિત છે. આ આશ્રમનો ઉલ્લેખ ભગવત ગીતામાં પણ કરેલો છે. જે બાદ અઘોરીઓ સહિત સાધુ-સંતો આ આશ્રમમાં રહેવા લાગ્યા અને અઘોરી દાદાનું આ મંદિર ખૂબ જ જૂનું છે. હિતેશ સેવક વધુમાં જણાવે છે કે, 'અઘોરીઓને ચરસ અને ગાંજા જેવી વસ્તુઓ અર્પણ કરાતી હોય છે, પરંતુ કાયદા મુજબ તે પ્રતિબંધીત હોવાથી સિગારેટ આપવાની પરંપરા શરૂ કરવામાં આવી. ગુજરાતના ઘણા પ્રસિદ્ધ અને જાણીતા લોકોએ પણ અઘોરી દાદાના આ મંદિરની મુલાકાત લઈને તેમને સિગારેટ અર્પણ કરવામાં આવી છે. અહીં રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર સહિત અનેક નામી-અનામી લોકો અઘોરીદાદાને દર્શને આવીને સિગારેટ અર્પણ કરે છે.
અહીંયા સવારના 5થી રાતના 12 વાગ્યા સુધીમાં અંદાજિત 2000 જેટલા લોકો અહીંયા અઘોરીદાદાના દર્શન કરવા આવે છે. ગુરુવારના રોજ અહીંયા ખીચડી જલેબી સુકો પ્રસાદ પણ અહીંયા પોતાની માનતા પ્રમાણે ચઢાવવામાં આવે છે. અહીંયા કોઈપણ પ્રકારનું દાન કે દોરા ધાગા કરવામાં આવતા નથી. પરંતુ જે પણ વ્યક્તિ સાચા મનથી અહીંયા આવે છે તેમને માનતા અવશ્ય પૂર્ણ દાદા કરે છે.
અહીંયા અનેક ચમત્કાર જોવા મળી રહ્યા છે. પરંતુ એમાંનો એક ચમત્કાર જે અમદાવાદના એક મોટા સોનાચાંદીના વેપારીને જડબાનું કેન્સર હતું. ડોક્ટર દ્વારા પણ તેમણે જણાવી દીધું હતું કે હવે આ કેન્સર મટશે નહીં. છેલ્લા સ્ટેજનું કેન્સર હતું ત્યારે તે વેપારીએ અહીંયા આવીને દાદાના દર્શન કર્યા હતા. દાદાએ રાતે સ્વપ્નમાં આવીને તેને ફરીથી કેન્સરના રિપોર્ટ કરાવવાનું જણાવ્યું હતું અને ફરીથી તેને રિપોર્ટ કરાવતા તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને તેને જડબાનું કેન્સર જડમૂળથી મટી ગયું હતું. આવા તો અનેક લોકો છે કે જેમના દાદાએ પોતાના ભક્તોના કામ પૂર્ણ કર્યા છે.
આ અધોરી દાદાના મંદિરની બહાર દરવાજે તાળું પણ મારવામાં આવતું નથી. માનવામાં આવે છે કે અઘોરી દાદાને જ્યારે પણ સિગારેટ પીવાની ઈચ્છા થાય છે. ત્યારે અઘોરી દાદા આ મંદિરની બહાર આવીને સિગારેટ પીવે છે. અહીંયા કોઈપણ પ્રકારનું દાન પણ લેવામાં આવતું નથી. દાદાની સમાધિ આગળ કોઈપણ પ્રકારનું કામ કરવું હોય તો પણ તેમની મંજૂરી લેવામાં આવે છે. જો મંજૂરી લેવા લીધા વિના આ કામ કરવામાં આવે તો પણ કામ કોઈપણ હિસાબે પૂર્ણ થતું નથી. મહત્વનું છે કે, આ જગ્યા સતયુગથી તપોભૂમી રહી છે. આ જગ્યા વાસ્તવમાં સતયુગમાં માનવજાતિના કલ્યાણ માટે સ્વયંનું બલીદાન આપનાર મહાન ઋષિમુનીનો આશ્રમ હતો. જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે.
ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઈન્દ્રનું વજ્ર બનાવવા માટે જે ઋષિમુનીએ પોતાના અસ્થીનું દાન કર્યું તેવા મહાદાની મહર્ષિ દધિચી (maharshi dadhichi) ઋષિનો આશ્રમ અને તે સ્થળ અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલી છે. રાક્ષસનો ખાતમો કરવા માટેના વજ્રનું નિર્માણ કરવા ઋષિ દધીચિએ સ્વયંના જ અસ્થિનું દાન કરી દીધું હતું. અને કહે છે કે તે અસ્થિમાંથી જ ઈન્દ્રના વજ્રનું (indra vajra) નિર્માણ થયું હતું. જેનાથી દેવરાજ ઈન્દ્રએ અસુર વૃત્રાસુરનો વધ કર્યો હતો. અહીં આજે પણ મહર્ષી દધિચી ઋષિના આશ્રમમાં અખંડ ધુણો આવેલો છે. આ સાથે જ અહીં બે શિવ મંદીર પણ આવેલા છે.
અહીં ત્યાગમૂર્તિ મહર્ષિ દધિચિ ઋષિની કથા નિચેના ફોટોમાં આપેલી છે.
દધીચિ આશ્રમમાં (dadhichi ashram) દૂધાધારી મહાદેવનું મંદિર (dudhadhari mahadev mandir) અને વાલકેશ્વર મહાદેવનું મંદીર (Valkeshvar Mahadev) વિદ્યમાન છે. સાબરમતી નદીના કિનારે દધિચી બ્રિજ પાસે આવેલા આશ્રમની ભૂમિ હજૂ સુધી ઋષિમુનિઓના તપથી પ્રબળ ઉર્જાવાન છે. અહીં આવવાથી જ લોકો શાંતિની અનુભૂતી કરે છે. અહીં આવેલું દુધાધારી મહાદેવના મંદીરની શિવલિંગ(Shivling) દુધ જેવી સફેદ છે. સાથે જ અઘોરીદાદાની સમાધીને સામે જ વાલકેશ્વર મહાદેવનું મંદીર આવેલું છે. અહીં પિતૃ તરપણ સહિત તમામ વિધિ વિધાન સાથે યજ્ઞ, મોક્ષ પ્રાપ્તિ માટેના હવનો પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં અહીં ઉત્સવનો માહોલ જોવા મળે છે. અને ભક્તોની ભીડમાં પણ વધારો થાય છે. છેલ્લે ટૂંકમાં કહીએ તો આ જગ્યા પૈરાણિક ઋષિમુનિઓની તપોભૂમી રહી ચૂકી છે. સાથે જ અનેક અઘોરીએ યોગ-સાધનાથી આ જગ્યા પૂન:ઉર્જાવાન કરી છે. તેમજ આજે પણ બે મહાદેવના મંદીરની સાક્ષીએ અહીં યોગ-સાધના થકી આ પરિસરને સતત સારી ઉર્જાથી દિવ્યમાન રાખવામાં આવ્યું છે. જેની અનુભતી કરવા તમારે એકવાર તો મુલાકાત લેવી જ પડે.
અમદાવાદ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી તમારે ગાંધી આશ્રમ સુધી આવવાનું રહેશે. ત્યાંથી માત્ર 100 મીટરના અંતરે જ દધિચી ઋષિમુનિનો આશ્રમ આવેલો છે. જ્યાં આ પૈરાણિક સ્થાન આવેલું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતીઓ સામાન્ય માન્યતા અને લોકવાયકાઓ પર આધારિત છે.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ધાર્મિક સમાચાર