
SRK Jawan Prevue: પઠાનને ટક્કર મારે તેવું ‘જવાન’નું પ્રિવ્યુ ,એક્શનથી ભરપૂર ટ્રેલર જોઈ દર્શકોની વધી ઉત્સુક્તા...
Shah Rukh Khan Jawan Prevue: શાહરૂખ ખાનની જવાન ફિલ્મની લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. એવામાં જવાન ફિલ્મ(Jawan Flim Prevue)નો પ્રિવ્યુ આઉટ થઈ ગયો છે. જવાનના ધમાકેદાર પ્રિવ્યૂએ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર સૌને હચમચાવી દીધા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલર ફિલ્મ પઠાન(Pathan) કરતા પણ વધારે સ્ક્રીન પર પોતાની તાકાત બતાવશે. શાહરૂખ ખાન શાનદાર એક્શન ફોર્મમાં જોવા મળી રહ્યો છે, તો તેની સાથે નયનતારાની દમદાર એન્ટ્રી પણ ચાહકોનો ઉત્સાહ વધારી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukon) પણ એક મોટું સરપ્રાઈઝ રહેશે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો પ્રિવ્યૂ એક્શનથી ભરપૂર છે. પ્રિવ્યુની શરુઆત શાહરૂખ ખાન(SRK)ના અવાજથી શરૂ થાય છે. તે અંતે કહે છે “નામ તો સુના હોગા”...
શાહરુખ ખાનની એક્શન ફિલ્મ(Action Film) જવાનના પ્રિવ્યુને લઈ ચાહકોની ઉત્સુક્તા એક અલગ લેવલ પર પહોંચી ગઈ છે. મોટા બજેટની ફિલ્મ જવાનના એક્શન અને ઈમોશનનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. શાહરુખ ખાનની દમદાર એન્ટ્રી તેમજ તેના તમામ ડાયલોગ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક ફિલ્મ છે જવાન(Jawan Movie), જે ભારતીય ફિલ્મ માટે અગાઉ ક્યારેય જોવા ન મળી હોય તેવા સ્કેલ પર બનાવવામાં આવી છે, તેને અસાધારણ કલાકારો દ્વારા સમર્થન બનાવવામાં આવી છે, જેમાં શાહરૂખ ખાન સહિત ભારતના તમામ ભાગોમાંથી મનોરંજન ઉદ્યોગના કેટલાક મોટા નામી કલાકારોનો સમાવેશ થાય છે. સૌથી મોટા નામ સામેલ છે. જેમાં શાહરૂખ ખાન, નયનથારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે, તેમાં દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લેહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં ફિલ્મના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ અપડેટની જાહેરાત મોશન પિક્ચર સાથે કરવામાં આવી હતી. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ(Jawan Film Release Date) થશે. જવાન એ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રેઝન્ટેશન છે, જેનું નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવ્યું છે, ગૌરી ખાન દ્વારા નિર્મિત અને ગૌરવ વર્મા દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. મહત્વનું છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મનું ટ્રેલરની બદલે પ્રિવ્યુ જાહેર થયું ત્યારે આ પ્રિવ્યુ શું છે તે વિશે જાણીએ.
પ્રિવ્યુ એક જાહેરાત તકનીક છે જેમાં મોશન પિક્ચરના ટૂંકા દ્રશ્યોની ઝલક બતાવવામાં આવે છે. પરંતુ આમાં સ્ટોરી (Film Story) વિશે વધુ કંઈ જાહેર કરવામાં આવ્યું નથી. આ ટ્રેલર જેટલું લાંબું છે તેને જોઈને તમને થોડો સંકેત મળી જશે કે ફિલ્મમાં શું જોવા મળશે. પરંતુ તે એવી રીતે બનાવવામાં આવે છે કે ફિલ્મની સ્ટોરી વિશે કંઈ જ જાહેર કરવામાં આવ્યું નથી.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bollywood News