• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા

ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા

09:36 PM February 20, 2026 Gujju News Channel Share on WhatsApp

US Supreme Court issues Verdict on Tariffs: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી) પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ગ્લોબલ ટેરિફને રદ કરી દીધો.



US Supreme Court issues Verdict on Tariffs: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી) પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ગ્લોબલ ટેરિફને રદ કરી દીધો. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફ પર ચુકાદો આપ્યો છે, તેમને ગેરકાયદેસર જાહેર કર્યા છે. ટ્રમ્પે લગભગ તમામ વિદેશી વેપાર ભાગીદારો પર ટેરિફ લાદ્યા હતા. નીચલી અદાલતોએ તેમના ચુકાદામાં ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે તેમના અધિકારક્ષેત્રનો ભંગ કર્યો છે. હવે, સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે પોતાનો ચુકાદો આપ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક એજન્ડાના એક મહત્ત્વપૂર્ણ મુદ્દે હાર માનવામાં આવી રહી છે.


► ટ્રમ્પને ટેરિફ લગાવવાનો અધિકાર નહીં, તેમણે અધિકારોનું ઉલ્લંઘન કર્યું: US સુપ્રીમ કોર્ટ


અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટ્રમ્પ દ્વારા દુનિયાના દેશો પર લગાવવામાં આવેલ ટેરિફ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો કે પ્રમુખ ડ્રમ્પે નેશનલ ઇમરજન્સી માટે રખાયેલા કાયદાનો ઉપયોગ કરીને મોટો ટેરિફ લગાવીને પોતાના અધિકારનું ઉલ્લંઘન કર્યું. કોર્ટે કહ્યું કે, 'કાયદો પ્રેસિડેન્ટને ટેરિફ લગાવવાનો અધિકાર નથી આપતો.' ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના 6-3ના ચુકાદામાં કોર્ટે નીચલી કોર્ટના તે નિર્ણયને યોગ્ય ગણાવ્યો જેમાં કહેવાયું હતું કે, ટ્રમ્પે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ ટેક્સ લગાવવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)નો ઉપયોગ કરીને પોતાના અધિકારનો દુરૂપયોગ કર્યો. 1977માં બનેલો આ કાયદો, પ્રેસિડેન્ટને નેશનલ ઇમરજન્સી દરમિયાન કોમર્સને રેગુલેટ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તેમાં ટેરિફનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ નથી. રૉયટર્સના અનુસાર, ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના ચુકાદામાં લખ્યું કે, 'પ્રમુખને ટેરિફ લગાવવાની પોતાની ખાસ શક્તિના દાવાને સાચો ગણાવવા માટે કોંગ્રેસથી મળેલી સ્પષ્ટ મંજૂરી બતાડવી પડશે. તેઓ એવું નથી કરી શકતા.' આ નિર્ણયને ટ્રમ્પે બીજા ટર્મના ઇકોનોમિક એજન્ડાના એક મહત્ત્વના ભાગને નબળો કરી દીધો છે.


► સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે કેટલાક મહત્વના સવાલો ઉભા થયા છે...


1. ટેરિફના રિફંડ લેવા માટે અમેરિકાની કોર્ટમાં સેંકડો અરજીઓ થયેલી છે. આ ચુકાદામાં રિફંડ અંગે કોઈ ઉલ્લેખ નથી.

2. ટ્રેડ ડીલ જાહેર થયા છે પણ તેના પેપર વર્ક અને હસ્તાક્ષર બાકી છે એવા કિસ્સામાં આ ચુકાદાની અસર શું આવશે?

3. અમેરિકાની વિદેશ નીતિનો અત્યારે સૌથી મોટો આધાર ટેરિફ હતા. મિત્ર અને અન્ય દરેક દેશો ઉપર ટેરિફનું શાસ્ત્ર ઉગામી ટ્રમ્પ ધાર્યું કરાવી રહ્યા હતા આ ચુકાદાના કારણે અમેરિકાની વિદેશ નીતિને પણ એક ફટકો પડી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , US Supreme Court issues Verdict on Tariffs



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા

  • 20-02-2026
  • Gujju News Channel
  • Marriage Registration Rules: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે
    • 20-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 21 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 20-02-2026
    • Gujju News Channel
  • ચાંદીના શોખીનો તૈયાર થઈ જાઓ.. ફરી એકવાર આવશે તૂફાની તેજી! હાલ સસ્તા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે રોકાણકારો, જાણો કારણ
    • 19-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-02-2026
    • Gujju News Channel
  • આ 3 કારણથી શેર બજાર અચાનક થયું ક્રેશ, સેન્સેંક્સ 800 પોઈન્ટ તો નિફટી 365 પોઈન્ટ તૂટ્યો....
    • 19-02-2026
    • Gujju News Channel
  • Gujarat Budget 2026: ગુજરાત બજેટ 2026ની 10 મહત્વપૂર્ણ ઘોષણા, જાણો સામાન્ય માણસને શું મળ્યું?
    • 18-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-02-2026
    • Gujju News Channel
  • IRCTC Alert: હવે સ્ટેશન જતું રહેશે તેવો ડર ખતમ, ટ્રેનમાં નિંરાતે મુસાફરીનો આનંદ માણો, રેલવે પોતે જ ફોન કરીને તમને જગાડશે!!
    • 17-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us