
Skin Care: આ ઘરેલુ ઉપાયથી ડાર્ક સર્કલ થશે ઝડપથી દુર, સ્કિન પર આવશે ગ્લો...
Skin Care: આજકાલ અનિયમિત ઉંઘ, અપોષ્ટિક આહાર અને તડકામાં બહાર જવાથી ત્વચાને ઘણો ફરક પડે છે. ખાસ કરીને હાલના સમયમાં જે લોકોને ડાર્ક સર્કલ (Dark Circle) હોય છે, તેમની આંખોની નીચેનો રંગ કાળો થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં એવા ઘણા ઉપાયો ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો.
ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો હોય શકે છે, જેમ કે આનુવંશિકતા, ઉંમર, એલર્જી, ઊંઘનો અભાવ અને ડીહાઈડ્રેશન વગેરે. જો કે આ સમસ્યાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી, પરંતુ ચહેરા પર સ્પષ્ટ દેખાવાને કારણે તે ચોક્કસપણે ખરાબ લાગે છે. જે લોકોને ડાર્ક સર્કલ હોય છે, તેમની આંખોની નીચેનો રંગ કાળો થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં એવા ઘણા ઉપાયો ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો.
READ ALSO:
Health Tips: તમારા ભોજનમાં આ વસ્તુ સામેલ કરશો તો ઉંમર કરતા દેખાશો 10 વર્ષ નાના...
1. સારી ઊંઘ લો-ઊંઘ ઓછી લેતા હોવાના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. જેથી દરરોજ રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવાની કોશિશ કરો.
2. હાઈડ્રેટેડ રહો- ડીહાઈડ્રેશનને કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. જેથી દિવસભર પુષ્કળ પાણી પીઓ અને પોતાને હાઇડ્રેટ રાખો.
3. એલર્જી- એલર્જીના કારણે આંખોની આસપાસ સોજો અને કરચલીઓ બની શકે છે. જો તમને એલર્જી હોય તો તેનાથી બચવાનો પ્રયાસ કરો અને એન્ટિહિસ્ટામાઈન લો.
4. સ્કીનને સૂર્યના તાપથી બચાવો- સૂર્યના સીધા સંપર્કમાં આવવાથી પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. તેથી તમારી સ્કીનને બચાવવા માટે 30 કે તેથી વધુ SPF વાળુ સનસ્ક્રીન લગાવો.
કોલ્ડ કંપ્રેસનો ઉપયોગ કરો- આંખો પર કોલ્ડ કંમ્પ્રેસ લગાવવાથી સોજો અને ડાર્ક સર્કલ(Dark Circle) દૂર કરી શકાય છે.
1. કાકડી- કાકડીના ઠંડા ટુકડાને તમારી આંખો પર 10-15 મિનિટ સુધી રાખવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે. કાકડીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને પ્રાકૃતતિક રીતે સ્કીનને સફેદ કરવાના ગુણ હોય છે, જે ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે.
2. ટી બેગ્સ- ઉપયોગમાં લેવામાં આવેલી ઠંડી ટી બેગ્સને તમારી આંખો પર 10 થી 15 મિનિટ સુધી રાખો. ચામાં કેફીન અને એન્ટીઓક્સીડેન્ટની હાજરી હોય છે. જે આંખોની આસપાસનો સોજો અને કાળાશને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
3. કોલ્ડ કંપ્રેસ- ડાર્ક સર્કલ અને આંખોની આસપાસના સોજાને ઘટાડવા માટે ઠંડા પાણીમાં ડુબાડેલા ટુવાલનો ઉપયોગ કરો.
4.બદામનું તેલ- તમારી આંખોની નીચે બદામના તેલના થોડા ટીપાં લગાવો અને થોડીવાર હળવા હાથે મસાજ કરો. બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે તે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરી શકે છે.
5. ટામેટા અને લીંબુનો રસ- ટામેટા અને લીંબુનો રસ લગાવવાથી પણ આંખોની નીચેના ડાર્ક સર્કલ ઓછા થઈ શકે છે. બંનેને એકસરખી માત્રામાં મિક્સ કરો અને રૂની મદદથી આંખોના કાળા ભાગ પર લગાવો અને 10-15 મિનિટ સુધી રહેવા દો, પછી પાણીથી ધોઈ લો. ટામેટાના રસમાં લાઇકોપીન હોય છે. તે એન્ટીઑકિસડન્ટ છે. જે ત્વચાના કાળા રંગને ઘટાડવામાં મદદ કરે છે.
6. ગુલાબજળ- 10-15 મિનિટ માટે આંખો પર ગુલાબજળ લગાવો. ગુલાબજળ ત્વચા પર ઠંડકની અસર છોડે છે. તે આંખોની આસપાસના સોજા અને ડાર્ક સર્કલ(Dark Circle)ને ઘટાડવામાં મદદ કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી