78માં ગાંધી નિર્વાણ દિવસે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ગાંધીજીની સમાધી રાજઘાટ પર શ્રદ્ધાંજલી પાઠવી હતી.
Gandhi Nirvan Day 78th Anniversary : 78માં ગાંધી નિર્વાણ દિવસે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ગાંધીજીની સમાધી રાજઘાટ પર શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ તકે પીએમ મોદીએ કહ્યુ કે બાપુના આદર્શ અમને વિકસીત ભારતના નિર્માણ માટે પ્રેરિત કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. આદરણીય બાપુએ હંમેશા સ્વદેશી પર ભાર મૂક્યો હતો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો પાયો પણ છે. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય હંમેશા આપણા દેશવાસીઓને પોતાની ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપશે." તેમણે આગળ લખ્યું કે પૂજ્ય બાપુએ હંમેશા માનવતાના રક્ષણ માટે અહિંસા પર ભાર મૂક્યો છે. તેમાં શસ્ત્રો વિના દુનિયાને બદલવાની શક્તિ છે. "અહિંસા પરમો ધર્મસ્થ'હિંસા પરંતપહ. અહિંસા પરમમ સત્યમ યતો ધર્મહ પ્રવર્તતે." અહિંસા એ સૌથી મોટો ધર્મ છે, અહિંસા એ સૌથી મોટી તપસ્યા છે, અને અહિંસા એ અંતિમ સત્ય છે, જેના દ્વારા ધર્મ સ્થાપિત થાય છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાત્મા ગાંધીને તેમની 78મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને રાજઘાટ, નવી દિલ્હી ખાતે સર્વ ધર્મ પ્રાર્થનામાં હાજરી આપી હતી.

આ તકે બાપુને શ્રદ્ધાંજલી આપીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન પીએમ મોદી સહિત ત્રણેય પાંખના નેતાઓએ અને અનેક મહાનુભાવોએ પણ શાંતિ પ્રાર્થના કરી હતી.

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gandhi Nirvan Day 78th Anniversary : 78મો ગાંધી નિર્વાણ દિવસ - Indian Prime Minister Narendra Modi - Indian President Draupadi Murmu
