
Ayushyman Card: આયુષ્માન ભારત યોજના 2023 વિશેની સંપૂર્ણ માહિતી...
આયુષ્માન ભારત યોજનાએ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે. આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan mantri Jan Arogya Yojana). PMJAY યોજના હેઠળ પ્રત્યેકને દસ કરોડથી વધુ પરિવારોને રૂ.10 લાખ ના આરોગ્ય વીમા (PMJAY Insurance) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે.
આયુષ્માન ભારતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે. તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે. જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે. તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.
► આયુષ્યમાન ભારત યોજનાનો લાભ
આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.
આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.
આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login માં બીપીએલ કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહિ તે જાણી શકશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર 14555 અને 1800 111 565 પર કોલ કરવાથી સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે.
આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.
આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.
આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.
આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. આ માટે નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક આઈ.ટી. પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીને મળતી રકમ ડાઇરેક્ટ ડેબિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવશે.
PMJAYની કોઈ ખાસ આયુષ્માન ભારત નોંધણી પ્રક્રિયા નથી. PMJAY SECC 2011 (સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી) દ્વારા ઓળખાયેલા તમામ લાભાર્થીઓને લાગુ પડે છે અને જેઓ પહેલાથી RSBY અને અમૃતમ યોજનાનો ભાગ છે. જો કે, તમે PMJAY ના લાભાર્થી બનવા માટે પાત્ર છો કે કેમ અને આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ તે આવી રીતે ચેક કરી શકો છો. અને આયુષ્માન ભારત યોજના લિસ્ટ પણ ચેક કરી શકો છો.
STEP 1 : Mera PMJAY પોર્ટલની મુલાકાત લો https://mera.pmjay.gov.in/search/login
STEP 2 : તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને 'OTP જનરેટ કરો' પર ક્લિક કરો
STEP 3 : પછી તમારું રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો
STEP 4 : શોધ પરિણામોના આધારે, તમે ચકાસી શકો છો કે તમારું કુટુંબ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે કેમ ?
STEP 5 : ત્યાર બાદ તમને 24 અંકનો HHID નંબર જોવા મળશે. જે તમારે સાચવી ને રાખવો. આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે જરૂર પડશે.
વૈકલ્પિક રીતે, તમે PMJAY માટે લાયક છો કે નહીં તે જાણવા માટે, તમે કોઈપણ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાલતી હોય અથવા આયુષ્માન ભારત યોજના કોલ સેન્ટર નંબર: 14555 અથવા 1800-111-565 પર ડાયલ કરી શકો છો. જે HHID તમને મળ્યો એ લઈને તમે નજીકની હોસ્પિટલમાં જઈને આયુષમાન કાર્ડ બનાવી શકો છે અથવા નજીકના CSC સેન્ટર પર જઈને પણ આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. વખતો વખત થતા ફેરફારને આધીન માહિતીમાં પણ ફેરફાર જરૂરી બને છે. જેની Gujju News Channel પુષ્ટિ કરતું નથી)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી