વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. થરાદ શહેરમાં રંગબેરંગી લાઈટનો શણગાર કરવામાં આવ્યો છે.
વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 26મી જાન્યુઆરીના ઐતિહાસિક અવસરે સમગ્ર થરાદ શહેરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. જેથી ઉત્સવમય માહોલ સર્જાયો છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની મુખ્ય ઉજવણી થરાદ ખાતે યોજાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પરેડની સલામી સ્વીકારશે. રાજ્યકક્ષાની ઉજવણીને કારણે થરાદ જિલ્લાકક્ષાએ વિશેષ મહત્વ ધરાવે છે.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાદ મુખ્યમંત્રી થરાદ તથા આસપાસના વિસ્તારોમાં વિકાસના અનેક મહત્વપૂર્ણ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અંદાજે 207 કરોડ રૂપિયાથી વધુના 25 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેનાથી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેવા સુવિધાઓ અને રોજગારીની નવી તકો ઊભી થશે.
આ ઉપરાંત મલુપુર ખાતે જિલ્લા સેવા સદન તેમજ દુધવા ખાતે GIDCના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ પ્રોજેક્ટોથી વાવ-થરાદ જિલ્લાના ઔદ્યોગિક અને વહીવટી વિકાસને નવી દિશા મળશે.
રાજ્યકક્ષાની આ ભવ્ય ઉજવણીને લઈને સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને સ્વયંસેવકો દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં પ્રજાસત્તાક દિવસને લઈને ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - 77th republic day will be celebrated in vav tharad district - 26 january 2026 gujarat state level celebration at vav - tharad district
