ICCમાં બાંગ્લાદેશ ઉંધા માથે પછડાયુ છે. જેમાં હવે ICCએ બાંગ્લાદેશની એ માંગ ઠુકરાવી દીધી છે જેમાં કહેવાયું હતું કે, તેમની મેચો ભારત બહાર શ્રીલંકામાં રમાડવામાં આવે. ICCએ બાંગ્લાદેશને નિર્ણય લેવા માત્ર 24 કલાક આપ્યા છે.
ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની માંગને ઠુકરાવી દીધી છે. જેમાં બાંગ્લાદેશ ની માંગ હતી કે, તેમની T20 વર્લ્ડ કપની મેચો ભારત બહાર રમાડવામાં આવે. આ દરખાસ્ત પર મતદાન થયું હતું અને BCB ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ અંગે વોટિંગ કરનારા 16 દેશોમાંથી 14 દેશોએ બાંગ્લાદેશના પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે માત્ર બે દેશો જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે તેના સમર્થનમાં મતદાન કર્યું હતું.
ICC એ હવે BCB ને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તે તેની સરકારને આ નિર્ણયની જાણ કરે. જેમાં એ પણ ચેતવણી અપાઈ છે કે જો બાંગ્લાદેશ તેના વલણ પર અડગ રહેશે અને ભારતમાં રમવાનો ઇનકાર કરશે તો તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવશે. સૂત્રો મુજબ, આ સ્થિતિમાં બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરી શકાય છે. ICCએ આ બાબતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવા જણાવ્યું છે. કેમ કે હવે T20 વર્લ્ડ કપમાં 2 સપ્તાહ જેટલો જ સમય બાકી છે.
BCBએ ICCએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અને આયર્લેન્ડને ગ્રુપ વચ્ચે અદલાબદલી કરવામાં આવે જેથી બાંગ્લાદેશ તેની બધી મેચ શ્રીલંકામાં રમી શકે. પરંતુ ICCએ તેમની આ માંગ ફગાવી દીધી છે. જેમાં ICCનું માનવું છે કે, લોજિસ્ટિક્સ, પ્રસારણ અને ટિકિટિંગને લીધે આટલા ઓછા સમયમાં સમયપત્રકમાં ફેરફાર કરવો ઇમ્પોસિબલ છે. ખાસ કરીને જ્યારે ભારતમાં બાંગ્લાદેશના પ્લેયર માટે કોઈ ચોક્કસ સુરક્ષા ખતરો નથી. આ સિવાય ગ્રુપ અદલાબદલી અંગે આયર્લેન્ડે સ્પષ્ટતા કરી હતી કે તેને તેની મેચો અંગે "પાકી ગેરંટી" મળી ચુકી છે અને તેના ટાઈમટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
મુસ્તાફિઝૂર રહેમાનને IPLમાંથી બહાર કરી દેવામાં આવતા બાંગ્લાદેશ રોષે ભરાયું હતું અને તેને ભારતમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો. હવે જો બાંગ્લાદેશ ICCની વાત નહીં માને તો તેને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરીને સ્કોટલેન્ડને જગ્યા આપવામાં આવી શકે છે.
• 7 ફેબ્રુઆરી 2026 : બાંગ્લાદેશ vs વેસ્ટ ઇન્ડીઝ, બપોરે 3 વાગ્યે, ઇડન ગાર્ડન્સ (કોલકાતા)
• 9 ફેબ્રુઆરી 2026 : બાંગ્લાદેશ vs ઇટાલી, બપોરે 3 વાગ્યે, ઇડન ગાર્ડન્સ (કોલકાતા)
• 14 ફેબ્રુઆરી 2026 : બાંગ્લાદેશ vs ઇંગ્લેન્ડ, બપોરે 3 વાગ્યે, ઇડન ગાર્ડન્સ (કોલકાતા)
• 17 ફેબ્રુઆરી 2026 : બાંગ્લાદેશ vs નેપાળ, બપોરે 3 વાગ્યે, ઈડન ગાર્ડન (મુંબઈ)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - bangladesh cricket t20 world cup - બાંગ્લાદેશની મેચો ક્યાં અને ક્યારે - icc vs bcb
