GPSC પરીક્ષાઓના કોલ લેટરની તારીખો જાહેર, ઉમેદવારોએ કેવી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી?
GPSC Exam: GPSC પરિક્ષાના કોલ લેટર ડાઉનલોટ કરવાની તારીખો જાહેર કરવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિવિધ ભરતી પ્રક્રિયાઓની પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાઓ માટે કોલલેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સંબંધિત પરીક્ષાઓના કોલલેટર પરીક્ષા પૂર્વે નક્કી કરેલી તારીખે માત્ર ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોને GPSCની અધિકૃત વેબસાઇટ પરથી પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ દાખલ કરીને કોલલેટર ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવી છે.

આયોગે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ ઉમેદવારને પોસ્ટ કે અન્ય માધ્યમથી કોલલેટર મોકલવામાં નહીં આવે. પરીક્ષા કેન્દ્ર, તારીખ, સમય અને જરૂરી સૂચનાઓ કોલલેટરમાં જ દર્શાવવામાં આવશે. ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરીને તેની તમામ વિગતો ચકાસી લેવા અને પરીક્ષા દિવસે અનિવાર્ય રીતે સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે, સાથે જ GPSC દ્વારા ઉમેદવારોને આયોગની વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહેવા તથા તમામ સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - GPSC Exam Call later download - ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા હોલ ટિકિટ
