કોણ છે સેક્સ એજ્યુકેટર સીમા આનંદ ? જેણે કહ્યું, 63ની ઉંમરે 15 વર્ષના છોકરાએ કર્યુ પ્રપોઝ...
Sex Educator Seema Anand : સોશિયલ મીડિયા પર હાલ સેક્સ એજ્યુકેટર સીમા આનંદ ચર્ચાનું કેન્દ્ર બની છે. શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં તેણે જણાવ્યું કે એક 15 વર્ષના છોકરાએ તેને પ્રપોઝ કર્યું હતું. જેથી આ મુદ્દે હાલ સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Sex Educator સીમા આનંદ હાલ જ એક વાતને લઈને ચર્ચામાં આવી છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે Seema Anand એક સેક્સ એજ્યુકેટર છે અને તે સેક્સ જેવા મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત કરતી હોય છે. શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન સીમા આનંદે એક એવી વાત કહી જેને લઈને Social Media પર તે ચર્ચામાં આવી છે. જેનો એક નાનો Video હાલ Viral પણ થયો છે.
પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન શુભંકર મિશ્રાએ સીમા આનંદને પૂછ્યું હતું કે હંમેશા નાની ઉંમરના છોકરાઓ મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષિત થતા હોય છે. જેના જવાબમાં સીમા આનંદે જણાવ્યું કે ગત વર્ષે તેમની સાથે આવી એક ઘટના બની હતી. જેમાં એક 15 વર્ષના છોકરાએ તેમની સાથે આપત્તિજનક ભાષામાં વાત કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું કે તે સમયે તેમની ઉંમર માત્ર 63 વર્ષ હતી.
પોડકાસ્ટમાં જેવી 15 વર્ષના છોકરાની વાત આવી કે સોશિયલ મીડિયા પર આ એક મુદ્દો બની ગયો, ઘણા લોકોનું માનવું હતું કે સગીર સાથે કોઈ પણ અનુભવ મનોરંજન કે હલકી વાતચીતનો વિષય નથી. આ ઉંમરમાં આકર્ષણથી વધારે મોટો સવાલ સુરક્ષા, સીમા અને જવાબદારી હોય છે. એક યુઝરે તો લખ્યું કે આ સ્ટોરી કોઈ મનોરંજન નથી પણ ચિંતાનો વિષય છે. તો બીજા એક યુઝરે કહ્યું કે સગીર સાથે જોડાયેલી કોઈ પણ વાતને સાવધાનીથી રજૂ કરવી જોઈએ ખાસ કરીને ત્યારે જ્યારે મંચ મોટું હોય.
આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે સીમા આનંદ લંડન સ્થિત માઈથોલોજિસ્ટ અને પ્રોફેશનલ સ્ટોરીટેલર છે. તે ધ આર્ટસ ઓફ સેડક્શનની લેખિકા છે સાથે જ ભારતીય મૌખિક પરંપરાઓ પર તેમના કામને યુનેસ્કો સાથે જોડાયેલા પ્રોજેક્ટ સાથે પણ જોડવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર સીમા આનંદના 10 લાખ કરતા પણ વધારે ફોલોવર્સ છે. સીમા મહિલાઓને સશક્ત બનાવવા અને સેક્સ સાથે જોડાયેલા વિચારોને તોડીને કામસૂત્રને નવા દ્રષ્ટિકોણથી સમજાવવા માટે જાણીતી છે. જોકે હાલ તેમની આ એક કોમેન્ટને કારણે એ વાતને લઈને ચર્ચા થઈ રહી છે કે જાગૃતતા અને જવાબદારી વચ્ચે રેખા ક્યાં ખેંચવી જોઈએ.
સીમા આનંદે ઘણા પ્રસિદ્ધ પુસ્તકો લખ્યા છે. જેમાં The Arts Of Seduction (2017) 'આર્ટસ ઓફ સિડક્શન' ખુબ જ ફેમસ છે. આ પુસ્તક 21મી સદીમાં પણ પ્રાચિન ભારતીય જ્ઞાનમાં રહેલા પ્રેમ અને આકર્ષણની કળા શીખવાડે છે. તેની બીજી પુસ્તક છે. Speak Easy (2025) 'સ્પિક ઈઝી' આ પુસ્તક ડિજિટલ યુગના રિલેશન જેવા કે ઓનલાઈન ડેટિંગ અને પોલીઅમોરી (Polyamory - open with anyone with consent) ની ગુંચવણને સમજાવવાનો પ્રયાસ કરે છે.
પ્રાચિન કામસુત્રને સમજાવીને સેક્સ એજ્યુકેટર સીમા આનંદના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @seeemaanandstorytelling પર આજે 1.5M કરતા પણ વધુ ફોલોઅર્સ છે, અને તેની યુટ્યુબ ચેનલના બીજા 425k સબ્સ્ક્રાઇબર્સ છે, અને તે વધી રહ્યા છે. પરંતુ આવું દરરોજ નથી થતું કે કોઈ 63 વર્ષની મહિલા ડિજિટલ કન્ટેન્ટ અને સોશિયલ મીડિયામાં સનસનાટી મચાવતી હોઈ. હાલ સીમા આનંદને લોકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે. સાથે જ તેમની પાસેથી કામકલાની સમજણ પણ લઈ રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sex eductor and writer seema anand - seema anand books - seema anand age - seema anand hot - art of seduction seema anand - seema anand young - the art of seduction by seema anand - seema anand told in podcast that 15 year old boy proposed to her
यह रहा वीडियो pic.twitter.com/vkO0U5DyHE
— ममता राजगढ़ (@rajgarh_mamta1) January 6, 2026
