PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર, આ વેબસાઈટ પર જવું
PSI LRD Recruitment Call Letter : PSI–LRD શારીરિક કસોટી માટે કોલ લેટર તારીખ જાહેર, ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં
PSI LRD Recruitment Call Letter : ગુજરાત પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) માટેની શારીરિક કસોટી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ રાજ્યભરમાં કુલ 13,591 વર્ગ-3ની જગ્યાઓ માટે પસંદગી કરવામાં આવશે.
GPRB દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ PSI અને LRDની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે.
શારીરિક કસોટીમાં હાજર રહેવા માટે ઉમેદવારોને કોલ લેટર ફરજિયાત રહેશે. ઉમેદવારો પોતાનું કોલ લેટર 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2:00 વાગ્યા બાદ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા PSI અને લોકરક્ષક દળ (કોન્સ્ટેબલ) સહિત કુલ આશરે 13,591 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે લાખો ઉમેદવારોએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે.
• કોલ લેટરની પ્રિન્ટ કૉપી સાથે લાવવી
• ઓરિજિનલ ઓળખપત્ર (આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર વગેરે)
• પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
• સમયસર પરીક્ષા સ્થળે પહોંચવું
• સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલો
• “Call Letter” વિભાગમાં જાઓ
• PSI/LRD Call Letter લિંક પર ક્લિક કરો
• Confirmation Number અને જન્મ તારીખ દાખલ કરો
• “Print Call Letter” પર ક્લિક કરીને કોલ લેટર ડાઉનલોડ કરો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી સંપૂર્ણ પારદર્શક રીતે લેવામાં આવશે. દોડ દરમિયાન RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમયની ચોક્કસ નોંધ રાખવામાં આવશે. ઉપરાંત મેદાન પર CCTV કેમેરા અને કડક દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PSI LRD Recruitment Call Letter Site
