• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવના ‘ધ વિશ સ્પા’માં ચાલતો હતો દેહવ્યાપારનો ધંધો, આ રીતે પોલીસે માલિકને દબોચ્યો

અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવના ‘ધ વિશ સ્પા’માં ચાલતો હતો દેહવ્યાપારનો ધંધો, આ રીતે પોલીસે માલિકને દબોચ્યો

09:14 PM January 08, 2026 Gujju News Channel Share on WhatsApp

અમદાવાદ શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ 'ધ વિશ સ્પા' પર દરોડો પાડીને સ્પાના સંચાલકની ધરપકડ કરી છે અને પાંચ મહિલાઓને નર્ક જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવી છે.



Illegal Spa Racket in Ahmedabad : અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ‘ધ વિશ સ્પા’ પર દરોડો પાડીને સ્પાના સંચાલકની ધરપકડ કરી અને પાંચ મહિલાઓને મુક્ત કરાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની હતી.


Illegal Spa Racket in Ahmedabad - the wish spa ahmedabad


પોલીસે આપેલી માહિતી અનુસાર, પોશ વિસ્તાર એવા બોડકદેવમાં આવેલા આ સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી જેના આધારે એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એક પ્લાન બનાવ્યો હતો. પોલીસે એક ડમી ગ્રાહક બનાવીને સ્પાની અંદર મોકલ્યો. આ દરમિયાન એક મહિલાને વધુ સેવાઓ માટે ઓફર કરવામાં આવી અને પૈસા માંગવામાં આવ્યા ત્યારે તરત જ ડમી ગ્રાહકે ઈશારો કર્યો અને બહાર ઉભેલી પોલીસે દરોડો પાડ્યો.


Illegal Spa Racket in Ahmedabad - the wish spa ahmedabad


► 5 મહિલાઓને દેહવ્યાપાર કરાવતો હોવાની માહિતી


સ્પામાં દરોડા સમયે પોલીસને અનેક ચોંકાવનારી વિગતોનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ સ્પા ચલાવતા 30 વર્ષીય ભૂપેન્દ્ર રાજપૂતની અટકાયત કરવામાં આવી. તે છેલ્લા દોઢ વર્ષથી આ સેન્ટર ચલાવતો હતો. આ સ્પામાં 5 મહિલાઓ કામ કરતી. આરોપી બહારથી મહિલાઓને લાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હતો અને ગ્રાહક દીઠ કમિશન આપવામાં આવતું હતું તેવો ઘટસ્ફોટ થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સ્પામાં કુલ 12 રૂમ બનાવાયા હતા જેમાં 10 મસાજ રૂમ, એક સ્ટાફ રૂમ અને એક વેઈટિંગ એરિયાનો સમાવેશ થાય છે. આ રૂમોનો ઉપયોગ અનૈતિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ (PITA Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Illegal Spa Racket in Ahmedabad



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ

  • 12-03-2026
  • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel
  • IPL Schedule 2026 : આઈપીએલ 2026નો કાર્યક્રમ જાહેર, RCB બેંગ્લોર અને SRH હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાશે
    • 11-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-03-2026
    • Gujju News Channel
  • PM-JAY અને આયુષ્માન કાર્ડ હોવા છતાં આ 8 સારવાર માટે ખર્ચવા પડશે ઘરનાં પૈસા, જાણો કઈ બીમારીઓનો સમાવેશ નથી?
    • 10-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-03-2026
    • Gujju News Channel
  • ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ઈતિહાસનો બેસ્ટ કોચ કહેવાનો સમય આવી ગયો છે! કેમ જાણો...
    • 10-03-2026
    • Gujju News Channel
  • LPG Gas Shortage: શું મધ્ય પૂર્વમાં યુદ્ધને લીધે ભારતમાં સર્જાશે LPG રસોઈ ગેસનું સંકટ? સરકારે કરી સ્પષ્ટતા
    • 05-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-03-2026
    • Gujju News Channel
  • T20 WC IND vs ENG Breaking : સેમિફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને આવ્યો ગુસ્સો, વાનખેડેની પિચથી નારાજ હેડ કોચ પિચ ક્યુરેટર પર ભડક્યો
    • 04-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us