Vikram Thakor in Politics: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના રાજકારણમાં જોડાવા અંગે ઘણીવાર ચર્ચા અને અટકળોએ ચાલી છે ત્યારે ફરીએક વાર એ અટકળે જોર પકડયું છે કે વિક્રમ ઠાકોર જલ્દીથી રાજકારણમાં ઝંપ લાવી શકે છે. આ વાતને લઈને વિક્રમ ઠાકોરે પોતે એક મોટી વાત કહી છે.
Vikram Thakor in Politics: એ વાત તો સાચી જ છે કે ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગુજરાતી સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ખૂબ બહોળું ફેન ફોલોઈંગ ધરાવે છે અને ઠાકોર સમાજમાં તેમનું વર્ચસ્વ હોવાને કારણે અગાઉ પણ અનેકવાર તેમનું નામ વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાઈ ચૂક્યું છે. અને તે રાજકારણમાં પ્રવેશ કરશે તે અંગે અટકળો પણ સેવાઇ રહી છે. આ બધા વચ્ચે ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેતા વિક્રમ ઠાકોર શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરમાં માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાની આવનારી ફિલ્મો અને ખાસ કરીને રાજકારણમાં જોડાવા અંગેની અટકળો પર ખાસ સ્પષ્ટતા કરી હતી.
વિક્રમ ઠાકોર અંબાજીના દર્શને હતા ત્યારે તેમણે તેમના રાજકારણમાં જોડાવા અને ચુંટણી અંગે પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, "હાલ મારો સંપૂર્ણ ઉત્સાહ અને ધ્યાન મારા ચાહકોનું મનોરંજન કરવા પર અને મારી આવનારી ફિલ્મો પર છે. રાજકારણમાં જોડાવું કે ચૂંટણી લડવી તે સમય અને સંજોગો પર આધારિત છે." વધુમાં તેમણે ઉમેર્યું કે, "હું હંમેશા જનતાની વચ્ચે રહ્યો છું અને કલાકાર તરીકે પણ લોકોની સેવા જ કરી રહ્યો છું. જો ભવિષ્યમાં જનતાનો એવો આગ્રહ હશે અને માતાજીની ઈચ્છા હશે તો ચોક્કસ વિચારી શકાય, પરંતુ હાલમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે ચૂંટણી લડવાની ઉતાવળ નથી." જો કે આ વાત એ તરફ પણ ઈશારો કરે છે કે વિક્રમ ગેમ ત્યારે રાજકારણમાં જવા અંગે જાહેરાત કરી શકે છે. હવે તેઓ ક્યારે રાજકારણમાં ઝંપ લાવે છે તે તો આવનાર સમય જ જણાવશે.
અંબાજી મંદિર પરિસરમાં વિક્રમ ઠાકોરની હાજરીની જાણ થતા જ મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. અભિનેતાએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને લોકો સાથે સેલ્ફી પણ પડાવ્યા હતા. તેમણે ગુજરાતની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે મા અંબા પાસે પ્રાર્થના કરી હોવાનું પણ જણાવ્યું હતું. જો કે એ વાત તો સાફ છે કે વિક્રમ ઠાકોર આખા ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરનું મોટું ફેન ફોલોઈંગ અને ઠાકોર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે. એવામાં તમામ રાજકીય પક્ષો તેમના આ ચાહકોનો ફાયદો લેવા માંગે તે સામાન્ય વાત છે અને એટલે જ આ પહેલા પણ અનેકવાર તેમનું નામ વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે દર વખતની જેમ આ વખતે પણ તેમણે આ મુદ્દે Wait and Watchની નીતિ અપનાવીને કશું ના કહેતા પણ રાજકારણમાં જવા અંગે ઈશારો કર્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
