Adani Total Gas : અદાણી ટોટલ ગેસ લિમિટેડ (એટીજીએલ) એ ઘણા બજારોમાં સીએનજી અને રસોઈ માટે પાઇપથી મળતી પીએનજીની કિંમતમાં ઘટાડો કર્યો છે. આનાથી સામાન્ય લોકોને રાહત મળશે. નવા ચાર્જ 1 જાન્યુઆરીથી અમલી બની ગયા છે.
Adani Total Gas : અદાણી ગ્રુપ અને ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જીઝ વચ્ચેના સંયુક્ત સાહસ અદાણી ટોટલ ગેસ લિમિટેડ (એટીજીએલ) એ ઘણા બજારોમાં સીએનજી અને રસોઈ માટે પાઇપથી મળતી પીએનજીની કિંમતમાં ઘટાડો કર્યો છે. આનાથી સામાન્ય લોકોને રાહત મળશે.
કંપનીએ જણાવ્યું હતું કે સીએનજી અને ડોમેસ્ટિક પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ના ભાવમાં મહત્તમ 4 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી) દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક ડ્યુટી સુધારા પછી આ ઘટાડો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ગેસ પરિવહન ચાર્જને સુવ્યવસ્થિત કરવામાં આવ્યો છે, જેના કારણે સિટી ગેસ વિતરકોના ખર્ચમાં ઘટાડો થયો છે.
એટીજીએલએ જણાવ્યું હતું કે કિંમતમાં ઘટાડો ક્ષેત્રો પ્રમાણે અલગ-અલગ છે, જે પરિવહન ઝોન પર નિર્ભર છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ક્ષેત્રોમાં સીએનજી હવે 0.50 રૂપિયાથી 1.90 રૂપિયા પ્રતિ કિલો સસ્તો થયો છે. જ્યારે પીએનજીની કિંમતમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ મહત્તમ 1.10 રૂપિયાનો ઘટાડો થયો છે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા-એનસીઆર, ઉત્તર મધ્યપ્રદેશ અને તેની નજીકના ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં સીએનજીની કિંમત 1.40 રૂપિયાથી 2.55 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો કરવામાં આવ્યો છે. પીએનજી પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર 1.10 રૂપિયાથી 4.00 રૂપિયા સસ્તી થઇ ગઈ છે.મધ્ય અને પૂર્વ ભારતમાં સીએનજીની કિંમત 1.81 રૂપિયાથી લઇને 4.05 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો કરવામાં આવ્યો છે. પીએનજીની કિંમતમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ મહત્તમ 4.00 રુપિયાનો ઘટાડો થયો છે.
એટીજીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે આ પગલું કુદરતી ગેસને વધારે સસ્તું બનાવશે અને ઘરો અને પરિવહન ક્ષેત્રમાં સ્વચ્છ ઇંધણને અપનાવવામાં વેગ મળશે. સુધારેલા ચાર્જ 1 જાન્યુઆરીથી અમલી બની ગયા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
