Jamnagar SOG: જામનગરમાંથી SOG એ 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે અને તેમની પાસેથી નકલી ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત થયા છે.
Jamnagar SOG News: જામનગર સરહદની નજીક અને લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી અત્યંત સંવેદનશીલ ગણાય છે. આ ઉપરાંત પણ જામનગરમાં મોટી ઓઈલ રિફાઈનરી કંપનીઓ પણ આવેલી છે જેના લીધે પણ બહારથી કામદારો મોટા પ્રમાણમાં આવતા હોય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરીને દેશમાં પ્રવેશ કરી અસામાજિક અને દેશવિરોધી પ્રવૃત્તિઓના બનાવો બન્યા છે. જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને દેશવિરોધી પ્રવૃત્તિ કરતા લોકોને શોધી કાઢવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસવાટ કરતા આવા ઈસમોને શોધી કાઢવા SOG દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ઝુંબેશ અંતર્ગત SOGને બાતમી મળી હતી. જેના આધારે જામનગરની પટેલ કોલોની, શેરી નંબર-11, સ્વસ્તિક માર્બલ સામે આવેલા ગુલામમયુદિન અબ્દુલકરીમખાન ગાગદાણીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પાંચ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા મળી આવ્યા હતા. જેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જામનગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાંચ ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ પાંચ લોકોમાં બે પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ શહેરની પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા. તેમની અટકાયત બાદ તપાસમાં તેમની પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. આ નાગરિકો ભારતમાં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર રહેતા હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં ગેરકાયદે વસવાટ કરતા 5 બાંગ્લાદેશીઓમાં શાહબુદ્દીન શેખ,મોહમ્મદ શેખ,જમીલા બેગમ,નઝમા બેગમ અને મુર્સીદા બેગમની ધરપકડ કરી છે. પકડાયેલા આ આરોપી પાસેથી પશ્ચિમ બંગાળના આધાકાર્ડ પણ મળ્યા છે. બાતમીને આધારે પોલીસે પાંચેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોના નામ શાહબુદિન મોહમદ ગૌસ શેખ, મહમદઆરીફ મુઝીબર શેખ, જમીલા બેગમ અનારદિ શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મહમદ આરીફ મુઝીબર શેખ છે.
મળતી માહિતી મુજબ આ પાંચેય આરોપી પટેલ કોલોનીની શેરી નંબર 11મા મકાન ભાડે રાખીને વસવાટ કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે પાંચેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. SOGએ તમામ વિરુદ્ધ પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગેરકાયદેસર નાગરિકોને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
