હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજી વધે તેવી શક્યતાઓ વરતાઈ રહી છે અને જો માવઠું આવશે તો ગુજરાતમાં તેની અસર જોવા મળશે કે કેમ તે જોવું રહ્યું.
Gujarat Cold Forecast : અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 23 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે. જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં જઈ શકે છે. ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે. મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રાજકોટમાં વધારે ઠંડી પડી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23થી31 ડિસેમ્બરે ઉત્તરીય પ્રદેશોમાં ભારે ઠંડી પડી શકે છે. જમ્મુ કશ્મીરનું તાપમાન માઈનસમાં જવાનું શક્યતા છે. તેને લઈને ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પડવાની વકી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, કચ્છ અને અમરેલીમાં ઠંડી પડી શકે છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે. પરંતું તેની અસર ગુજરાતમાં નહીં થાય અને ગુજરાતમાં માવઠાની અસર થશે નહીં. 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા છે. જાન્યુઆરીના પહેલા અઠવાડીયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર ગુજરાતના ભાગો સુધી અસર થવાની શક્યતા છે. ગુજરાતનું હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા સેવાઈ રહી છે. 11 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે.
ગુજરાતમાં ભારે ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઠંડીને લઈને હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સીધો ઘટાડો થશે જેની ગુજરાતમાં ભારે અસર થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સુકું રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી રહેવાની શક્યતા છે,તો ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાનની આગાહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Cold Forecast : ગુજરાતમાં આ તારીખથી પડશે ઠંડી
