રાજ્યનાં 26 સિનિયર આઈએસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. અગ્રસચિવ તરીકે સંજીવ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડો વિક્રાંત પાંડેને અધિક અગ્રસચિવની મહત્વની જવાબદારી મળી છે. જાણો કોને શું જવાબદારી મળી.
Gujarat IAS Transfer News : રાજ્યના 26 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. સંજીવકુમારની સીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમજ સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિલ સેક્રેટરી તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
• અગ્ર સચિવ સંજીવ કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા
• મુખ્યમંત્રી કાર્યાલયમાં ડો વિક્રાંત પાંડેને મહત્વની જવાબદારી મળી
• ડો વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવની મળી જવાબદારી
• ડો વિક્રાંત પાંડેને ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગની જવાબદારી સોંપી
• અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે મુકાયા
• માર્ગ અને પરિવાહન વિભાગના અગ્ર સચિવ આર સી મિણાને કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે મુકાયા
• ગુજરાત સ્ટેટ વેર હાઉસ કોર્પોરેશનના MD અરૂણ સોલંકીની બદલી
• અરુણ કુમાર સોલંકીને અધિક મુખ્ય સચિવ કૃષિ વિભાગમાં મુકાયા
• ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો વધારાનો હવાલો અરૂણ કુમાર સોલંકી પાસે રહેશે
• મુકેશ કુમારની શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી
• ઉ.શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં મુકેશ કુમારને મુકાયા
• મિલિંદ તોરવણે અગ્ર સચિવ શિક્ષણ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) તરીકે બદલી
• અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી થઈ
• મુખ્યમંત્રી કાર્યાલય ના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ જીએસપીસી માં એમડી તરીકે બદલી
• અવંતિકા સિંઘને એમડી જીએસપીસી - એલએનજી તથા એમડી ગુજરાત ગેસની વધારાની જવાબદારી સોંપાઈ
• સંદીપ કુમારની સચિવ નાણાં વિભાગ ઈકોનોમિક અફેર્સ તરીકે બદલી
• સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવાનની સચિવ નાણાં વિભાગ (ખર્ચ) તરીકે બદલી
• જેનુ દેવન ઉર્જા વિકાસ નિગમના એમડીનો વધારાનો ચાર્જ સંભાળશે
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
