Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ક્યારે કડકડતી ઠંડી પડશે એ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સાથે જ તેમણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે.
Cold In Gujarat : અડધો ડિસેમ્બર પતી ગયો છે, પણ હજુ સુધી શિયાળામાં પદવી જોઈએ એવી ઠંડી પડી રહી નથી. હવે ધીમે-ધીમે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીએ જોર પકડયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ શિયાળામાં ઠંડીના જોરને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે આગામી અઠવાડિયામાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી ઠંડીનો ચમકારો વધશે. અંબાલાલ પટેલે તેમની આગાહીમાં જણાવ્યું કે 22, 23, 24 ડિસેમ્બર દરમિયાન આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ તારીખમાં રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય. તેમણે જણાવ્યું કે 21 ડિસેમ્બરથી ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે ઠંડી અનુભવાશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઠંડી વધવાની શક્યતા છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે. કેટલીક જગ્યા કરા પડવાની શક્યતાઓ રહેશે. ઉત્તર ભારતમાં વરસાદ થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શકયતા રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 21 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે. વાદળોના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cold In Gujarat
