• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • પૃથ્વી શોને દિલ્હી કેપિટલ્સે 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમ માલિકે કર્યો ખુલાસો

પૃથ્વી શોને દિલ્હી કેપિટલ્સે 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમ માલિકે કર્યો ખુલાસો

10:02 PM December 17, 2025 Gujju News Channel Share on WhatsApp

મીની ઓક્શનમાં પૃથ્વી શોની ખરીદી માંડ માંડ થઇ હતી. જેમાં તેને છેલ્લા રાઉન્ડમાં માત્ર 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. હવે ખરીદી પર દિલ્હી કેપિટલ્સના કો-ઓર્નરે કારણ પણ સમજાવ્યું છે.



પૃથ્વી શો મીની ઓક્શનમાં પેહલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ 75 લાખ રૂપિયા રખાઈ હતી. આટલી ઓછી કિંમત હોવા છતાં કોઈએ બોલી લગાવી નહતી. બાદમાં તેને DCએ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે દિલ્હી કેપિટલ્સના કો ઓર્નર કિરણ કુમાર ગ્રાન્ડીએ IPL 2026 ની હરાજી દરમિયાન પૃથ્વી શોને ફરીથી ખરીદવાના નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું છે.


► પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ માટે સાત સીઝન રમી


વર્ષ 2018 માં દિલ્હી કેપિટલ્સ દ્વારા પૃથ્વી શોને પ્રથમ વખત ખરીદવામાં આવ્યો હતો. પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ માટે સાત સીઝન રમી હતી પરંતુ 2025 ની મેગા ઓક્શન પહેલા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. ગઈ સીઝનમાં કોઈ પણ ટીમે પૃથ્વી શોમાં રસ દાખવ્યો ન હતો. માત્ર 75 લાખની બેઝ પ્રાઈસ હોવા છતાં પૃથ્વી શોને એક પણ બોલી નહતી મળી . પણ આ વખતે હરાજીના છેલ્લા તબક્કામાં દિલ્હી કેપિટલ્સે તેને તેના બેઝ પ્રાઈસ પર ફરીથી ખરીદ્યો હતો.


► પૃથ્વી શો માટે વાપસી કરવાનો મોકો


હરાજી બાદ બોલતા, ગ્રાન્ડીએ જણાવ્યું હતું કે, પૃથ્વી શો માટે IPLમાં મજબૂત વાપસી કરવાની આ એક સારો મોકો છે. ગ્રાન્ડીએ આશા વ્યક્ત કરી કે શો આ બીજી તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરશે."પૃથ્વીએ ભૂતકાળમાં દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. દરેક પ્લેયરના કરિયરમાં ઉતાર-ચઢાવ આવે છે અને આ તેના માટે મજબૂત વાપસી કરવાની તક છે. અમે આને પૃથ્વી માટે બીજી તક માનીએ છીએ, અને હું તેને ફરીથી દિલ્હી જર્સીમાં જોવા માટે ખરેખર ઉત્સાહિત છું."


પૃથ્વી શોએ પોતાના ફર્સ્ટ ફેઝમાં દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી હતી જેમાં કુલ 1892 રન બનાવ્યા હતા. આ હરાજીની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે જમ્મુ અને કાશ્મીરના ઓલરાઉન્ડર આકિબ નબી ડાર પર મોટો દાવ લગાવ્યો હતો. જેમાં તેને 8.40 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , delhi capitals buy Prithvi shaw 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અરવલ્લી પર્વતના વિવાદ પર્યાવરણ મંત્રીનું મોટું એલાન : 'અતિ જરુરી સિવાય નવી માઈનિંગ લીઝ નહીં'

  • 22-12-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં SIR ની ડ્રાફ્ટ યાદી જાહેર, 73.73 લાખ મતદારોના નામ દૂર કરાયા, જાણો બધી જ માહિતી
    • 19-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-12-2025
    • Gujju News Channel
  • અંબાલાલની કડકડતી આગાહી, આ દિવસથી ગુજરાત ઠંડીમાં ઠુંઠવાશે...
    • 18-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-12-2025
    • Gujju News Channel
  • પૃથ્વી શોને દિલ્હી કેપિટલ્સે 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમ માલિકે કર્યો ખુલાસો
    • 17-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-12-2025
    • Gujju News Channel
  • Gujarati Bhabhiની સેક્સી અદાઓથી લોકો થયા મદહોંશ, કેમેરામાં કેદ થયેલો Sexy Hot Video Viral થતા ફેન્સ થયા પાણી પાણી...
    • 16-12-2025
    • Gujju News Channel
  • IPL Auction 2026 : આઈપીએલના ઇતિહાસના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓ, કેમરુન ગ્રીન ત્રીજા સ્થાને આવી ગયો
    • 16-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ, દુકાનદારો વેચાણ નહીં કરી શકે, ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
    • 16-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us