India Q2 GDP Growth Data 2025: ભારતના અર્થતંત્રમાં મજબૂત તેજી જોવા મળી છે, વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 8.2ટકા જોવા મળી છે.
India Q2 GDP Growth Data 2025 : નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં ભારતની અર્થવ્યવસ્થાએ મજબૂત પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભારતનો જીડીપી વૃદ્ધિ દર 8.2ટકા નોંધાયો હતો, જે દર્શાવે છે કે દેશમાં આર્થિક ગતિવિધિઓમા તેજી બનેલી છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) એ શુક્રવારે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક (Q2) માટે ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર જાહેર કર્યો. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 8.2 ટકા વધ્યો હતો. નોંધનીય છે કે છેલ્લા છ ક્વાર્ટરમાં આ સૌથી વધુ છે.
આ માહિતી શુક્રવારના જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટામાં આપવામાં આવી હતી. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર 5.6 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વિકાસ દર 7.8 ટકા હતો. જીડીપીનો અર્થ દેશની સીમાઓની અંદર નિશ્ચિત સમયગાળામાં ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓના કુલ મુલ્યથી થાય છે. જીએસટી દર ઘટાડા પછી વપરાશમાં વધારો થવાની ધારણામાં ફેક્ટરીઓએ ઉત્પાદન વધાર્યું, જેના કારણે વૃદ્ધિ દરમાં તીવ્ર ઉછાળો આવ્યો. સત્તાવાર ડેટા અનુસાર સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન ક્ષેત્રે 9.1 ટકાનો વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ વૃદ્ધિ માત્ર 2.2 ટકા હતી. દેશના જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો ફાળો 14 ટકા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Q2 GDP Growth Data 2025
