• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Bharat 4G Phone: વિશ્વનો સૌથી સસ્તો 4G ફોન, માત્ર રૂ.999માં ફોન સાથે બધુ જ અનલિમિટેડ...

Bharat 4G Phone: વિશ્વનો સૌથી સસ્તો 4G ફોન, માત્ર રૂ.999માં ફોન સાથે બધુ જ અનલિમિટેડ...

05:15 PM July 07, 2023 admin Share on WhatsApp



Reliance Jio એ ભારતમાં સૌથી સસ્તો 4G ફોન Jio Bharat V2 લોન્ચ કરીને બજારમાં ધુમ મચાવી દીધી છે. અહીં મહત્વનું છે કે, Jio Bharat V2 ની કિંમત માત્ર 999 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, જિયો ભારત વી2ના દમ પર કંપની 10 કરોડથી વધારે ગ્રાહકોને જોડશે. 999 રૂપિયાના આ ફોનનો મંથલી પ્લાન પણ ખુબ જ સસ્તો છે. ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન માટે માત્ર 123 રૂપિયા ચુકવવા પડશે.

આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 14 જીડી ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલ મળશે. તેના વાર્ષિક પ્લાનની કિંમત 1234 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, 25 કરોડ 2જી ગ્રાહકોને 4જીમાં લાવવા માટે જિયો ભારત પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ બીજી કંપનીઓ પણ 4 જી ફોન બનાવવા માટે કરી શકશે. કાર્બને તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. નિષ્ણાંતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે, 2જી ફિચર ફોનની જગ્યા જલદી 4જી ભારત સીરીઝના મોબાઇલ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપની 2018 માં પણ જિયોફોન લઇને આવી હતી. જેને 13 કરોડથી વધારે ગ્રાહકો ઉપયોગ કરી શકે છે.

Reliance jio 4g bharat phone unlimited data

કંપનીનું કહેવું છે કે, જીયો ભારત V2 4Gનો ફોન છે અને આ સંપુર્ણ રીતે ભારતમાં બનેલો છે. તેનું વજન માત્ર 71 ગ્રામ છે. તેમાં HD વોઇસ કોલિંગ(HD Voice Calling), FM રેડિયો, 128GBનું SD મેમરી કાર્ડ જેવા ફીચર મળે છે. મોબાઇલમાં 4.5 સેમીની ટીએફટી સ્ક્રીન, 0.3 મેગાપિક્સલનો કેમેરો, 1000 mAh ની બેટરી, 3.5 એમએમનો હેડફોન જૈક, પાવરફુલ લાઉડ સ્પીકર અને ટોર્ચ પણ મળે છે.

જિયો ભારત V2(Jio Bharat V2) મોબાઇલના ગ્રાહકોને જિયો સિનેમા(Jio Cinema)ના સબ્સ્ક્રિપ્શન(Subscription)ની સાથે જિયો સાવન(Jio Saavn)ના 8 કરોડ ગીતનું એક્સેસ મળશે. ગ્રાહકો જિયો પે દ્વારા યુપીઆઇ પેમેન્ટ(UPI Payment) પણ કરી શકશે. કંપનીનું કહેવું છે કે, જિયો ભારત V2 22 ભારતીય ભાષાઓમાં કામ કરે છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાની સ્થાનિક ભાષામાં પણ આ ફોન એક્સેસ કરી શકશે. વૃદ્ધ અને જે લોકોનેે ઈન્ટરનેટનો ઉપયોગ ઓછો કરે છે તેવા લોકોને વધારે ઈન્ટરનેટ તરફ વાળવા માટે આ ફોન ઉપયોગી નિવડશે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ

  • 14-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel
  • IPL Schedule 2026 : આઈપીએલ 2026નો કાર્યક્રમ જાહેર, RCB બેંગ્લોર અને SRH હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાશે
    • 11-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us