ખેડૂતોને આવતીકાલથી સરકાર આપશે રાહત, ફોર્મ ભરવાનું ભુલતા નહી સીધા ખાતામાં આવશે પૈસા
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર છે. રાજ્ય સરકારે જે કૃષિ રાહત પેકેજ-2025 જાહેર કર્યું હતું. તે સહાય મેળવવા માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.
Farmer Assistance Package : ઑક્ટોબર 20ના રોજ જાહેર થયેલા કૃષિ રાહત પેકેજ-2025નો લાભ લેવા માટે KRP પોર્ટલ પર અરજી ફરજિયાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ રાહત પેકેજ-2025 નો લાભ લેવા માટે અસરગ્રસ્ત ખેડૂતો આજથી અરજી કરી શકશે. આ સહાય મેળવવા માટે 15 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોએ કૃષિ પોર્ટલ (KRP) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ રાહત પેકેજનો લાભ નુકસાની થઇ હોય તેવા તમામ જિલ્લાનાં ખેડૂતોને મળવા પાત્ર છે. જિલ્લામાં જેમને ભારે વરસાદના કારણે પાક નુકસાન થયું છે. ખેડૂતો માટે સમયમર્યાદામાં અરજી કરીને રાહત મેળવી શકશે.
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર છે. રાજ્ય સરકારે જે કૃષિ રાહત પેકેજ-2025 જાહેર કર્યું હતું. તે સહાય મેળવવા માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારે આ સહાય માટે અરજી કરવા માટે ખેડૂતોને 15 દિવસનો સમયગાળો આપ્યો છે. આ સમયમર્યાદામાં, અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારી સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે.
આ રાહત પેકેજનો લાભ લેવા માંગતા ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ સેન્ટર પર VCE/VLE મારફત આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી સીધી જમા કરવામાં આવશે. આ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઓનલાઈન અરજીનું માધ્યમ પસંદ કરવામાં આવ્યું છે.
કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઈને મોટા સમાચાર સામે આવી ચુક્યાં છે. કૃષિ રાહત પેકેજ માટે આવતીકાલથી ખેડૂતો અરજી કરી શકશે. આવતીકાલથી 15 દિવસ માટે VCE મારફતે અરજી કરી શકાશે. મળવાપાત્ર સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. ઓનલાઇન અરજી પોર્ટલ 15 દિવસ સુધી કાર્યરત રહેશે. આવતીકાલે બપોરે 12 વાગ્યે અરજી પોર્ટલ કાર્યરત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 33 જિલ્લાના 251 તાલુકાના 16500 ગામોમાં નુકસાન થયું છે. https://krp.gujarat.gov.in પર અરજી થઇ શકશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Farmer Assistance Package
