
Cars On Sale : આજકાલ કાર લેવું હર કોઈનું સપનું હોય છે. એમાં પણ ઓછી કિંમતમાં સારી કાર ખરીદવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ સેકન્ડ હેન્ડ વાહન ખરીદવાનો વિકલ્પ હવે મોંઘો થયો છે. પરંતુ હવે તમારા માટે એક નવો વિકલ્પ ખુલ્યો છે. કેટલાક લોકો બેંક દ્વારા હરાજીની પ્રક્રિયામાં જોડાઈને તમે તમારા બજેટમાં ઉત્તમ કાર ખરીદી શકો છો. જે લોકો બેંકમાંથી કાર લોન મેળવીને તેના EMI સમયસર ચૂકતે કરી શકતા નથી તેમના વાહનો બેંક દ્વારા જપ્ત કરવામાં આવે છે. આ પ્રકારના વાહનો ઈન્ડસ ઈઝી વ્હીલ્સ (Indus Easy Vehical) પ્લેટફોર્મ પર હરાજી માટે ઉપલબ્ધ છે.
જ્યારે લોકો ઈન્ડસ ઈન્ડિયા બેંક(Indus India Bank) દ્વારા આપવામાં આવેલી કાર અને બાઇક લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેમના વાહનો જપ્ત કરવામાં આવે છે. અને તેમના વાહનોની ઓનલાઈન નિલામી કરવામાં આવે છે. જેમાં તમને સારી કંપનીની કાર અને બાઈક સસ્તા ભાવે મળી શકે છે. બેંક દ્વારા જપ્ત કરાયેલા હજારો વાહનોની હવે હરાજી કરવામાં આવી રહી છે. તેથી, તમે પોસાય તેવા ભાવે ફોર વ્હીલર અને ટુ વ્હીલર ખરીદી શકો છો. તમારે વાહનની કિંમતના 30% ચૂકવવા પડશે, એટલે કે જો વાહનની કિંમત ₹10 લાખ છે, તો તમને તે ₹3 લાખમાં મળશે. અને ટુ વ્હીલરની કિંમત 80 હજાર છે તો તે તમને 30 થી 40 હજારની અંદર મળી જશે.
આ પણ વાંચો : ધોરણ 12 પછી વિદેશ ભણવા જવું છે? જાણો કેટલો થશે ખર્ચ અને તેની પ્રક્રિયાને લગતી માહિતી...
આ https://induseasywheels.indusind.com/ વેબસાઈટ પરથી તમે ઓકશનમાં રહેલી કાર જોવા મળશે. જેમાં તમારે સૌપ્રથમ તમારી પ્રાથમિક ડિટેઈલ્સ ભરીને લોગ ઈન કરવાનું રહેશે. ત્યાર બાદ તમને ગમતી કાર પસંદ કરો. તેના વીડિયોમાં અને ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે ગાડીની કંડિશન પણ જોઈ શકો છો. ત્યાર બાદ તમે તે કારની કિંમત પર બિડ લગાવી શકો છો. અને ત્રણ દિવસની બીડ બાદ જો તમારા ભાવથી કોઈએ ઉચ્ચો ભાવ ન આપ્યો તો કાર તમારી બનશે. બેંક તમારો કોન્ટેક્ટ કરીને કાર તમને નક્કી થયેલી બિડની કિંમતમાં વેંચી દેશે.
બેંક તમને સંપૂર્ણ વાહનના દસ્તાવેજો અને NOC સર્ટિફિકેટ જેવી ઘણી સેવાઓ પણ પ્રદાન કરશે. આ ઉપરાંત, તમને કાર લોન, કારનો વીમો, કી કાર સેવાઓ અને કાર માટે રોડસાઇડ સહાયક એટલે કે જ્યારે કાર તૂટી જશે ત્યારે ગો મિકેનિક સેવા પણ મળશે. તમે ઈન્ડસ ઈઝી વ્હીલ્સની વેબસાઈટ પર જઈને આ આખી પ્રક્રિયા જોઈ શકો છો. ત્યાં તમને ઘણી શાનદાર ઑફર્સ મળશે. આજકાલ, તે એક શ્રેષ્ઠ વિકલ્પ બની ગયો છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - car buy sell online