‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે: આ ગુજરાતી ફિલ્મ જોઇ લોકો કેમ કહી રહ્યા છે… જય દ્વારકાધીશ! Gujarati Movie Laalo Review
10 ઓક્ટોબરે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ગુજરાતી દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. અને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ ટોપિક બની છે.
Laalo Gujarati Movie Review : હાલમાં એક ગુજરાતી ફિલ્મ ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે’ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ફિલ્મના જોઈને આવનારા દર્શકો થિયેટરની બહાર આવતાની સાથે જ ‘જય દ્વારકાધીશ’ બોલી રહ્યા છે. અને ફિલ્મને લઈ ખુબ જ સારા રિવ્યૂ પણ આપી રહ્યા છે. ગત 10 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ગુજરાતી દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. ત્યાં જ આફિલ્મની રિલ્સ પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ ટોપિક બની છે. ફિલ્મને જોઈને આવનારા લોકો તમામ ગુજરાતી લોકોને આ ફિલ્મ જોવા માટે સલાહ આપી રહ્યા છે.
ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મ જોઈને આવનારા દર્શકોનું કહેવું છે કે આવી ફિલ્મ તેમણે ક્યારેય જોઈ નથી. આ ફિલ્મ જૂનાગઢની ભૂમિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ફિલ્મનું શૂટિંગ પણ જૂનાગઢમાં થયું છે.
ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. ફિલ્મની સ્ટોરીની જો વાત કરીએ તો એક રિક્ષા ચાલક યુવક દારૂના રવાડે ચઢી જાય છે અને પછી તે ખરાબ સંગતમાં લાગી જાય છે. જેને સુધારવા માટે કૃષ્ણ ભગવાન આવે છે અને તેને યોગ્ય શીખામણ આપે છે. તેવું ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે.
આ ફિલ્મનું શૂટિંગ જૂનાગઢ શહેરના ભવનાથ, ગિરનાર અને દામોદર કુંડ અને નરસિંહ મહેતાનો ચોરોની સાથે કરાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર હાલ આ ફિલ્મને લગતા વળગતા વીડિયો ઘણા વાયરલ થયા છે. જેના કારણે આ ફિલ્મ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
