ગુજરાત સરકારે ખેડૂતોને મોટી રાહત આપતાં 9 નવેમ્બરથી મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક મદદ મળશે.
Gujarat Goverment Purchase Groundnut At Support Price : ગુજરાત સરકાર તરફથી ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે મોટી જાહેરાત કરી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને ખેડૂતો માટે આ રાહતભરી જાહેરાત કરી છે. તેમણે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર પોસ્ટમાં લખ્યું, 'કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે. રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.'
મુખ્યમંત્રીએ આગળ લખ્યું - 'કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.' માવઠાથી અસરગ્રસ્ત ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા કરીને સરકારે આ જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્યના અન્નદાતાઓને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળશે અને ખેડૂતોના હિતમાં સરકારની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સતત કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું નુકસાન થયું છે, એવામાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે. સાથે જ જણાવી દઈએ કે ખેડૂતોના પાકની નુકસાનીનો સર્વે થઈ ચૂક્યો છે અને આજે સરકાર સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત કરવાની છે, એવામાં હવે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદીની શરૂઆતની જાહેરાતથી ખેડૂતોને ભારે રાહત મળી છે. સરકારના આ પગલાથી ખેડૂતોને રાહત મળશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 5, 2025
રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત…
