• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • AAP નેતાઓ અરસગ્રસ્ત ખેડૂતોને મળશેઃ ગોપાલ ઇટાલિયાએ કહ્યું- …તો ઉઘાડા પગે ચાલીને ગાંધીનગર જઇશ, મુખ્યમંત્રીનો આભાર માનીશ

AAP નેતાઓ અરસગ્રસ્ત ખેડૂતોને મળશેઃ ગોપાલ ઇટાલિયાએ કહ્યું- …તો ઉઘાડા પગે ચાલીને ગાંધીનગર જઇશ, મુખ્યમંત્રીનો આભાર માનીશ

08:59 PM November 02, 2025 Gujju News Channel Share on WhatsApp

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માવઠું ચાલી રહ્યું છે અને હજી પણ કેટલાક જિલ્લાઓમાં માવઠાની અસર છે. આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન થયું છે.



Ahmedabad News : આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને હેમંત ખવા ગુજરાતમાં માવઠાથી ભારે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને રાજ્ય સરકાર પાસે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની તાત્કાલિક સહાય, ખેડૂતોના દેવા માફી અને ખેતીમાં ભાગ રાખનાર મજૂરોને પણ વળતર ચૂકવવાની માંગણી કરશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું છેકે, આવતીકાલ સાંજ સુધીમાં ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ 50 હજાર રૂપિયા સરકાર ચૂકવશે તો હું ઉઘાડા પગે ચાલીને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ.


► ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન


આમ આદમી પાર્ટી દ્વારા 1 થી 3 નવેમ્બર સુધી "ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિર"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ માવઠાના મારથી પરેશાન ખેડૂતો મુદ્દે કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માવઠું ચાલી રહ્યું છે અને હજી પણ કેટલાક જિલ્લાઓમાં માવઠાની અસર છે. આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન થયું છે. કપાસ, મગફળી સહિતના વિવિધ પાક વાવતા ખેડૂતોને નુકસાન થયું છે. આ નુકસાન થયા પછી ખેડૂતોની માંગણી છે કે તેમના દેવા માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે.


► હેક્ટર દીઠ રૂપિયા 50,000ની સહાય આપવામાં આવે


તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે, કેટલાક ખેડૂતોનો માવઠાના કારણે પાક ધોવાઈ ગયો છે અને જે ખેડૂતે રવિ પાકનું વાવેતર કર્યું હતું, તેમાં પણ નુકસાન થયું છે આ રીતે ખેડૂતોને ત્રણ રીતે નુકસાન થયું છે. ત્યારે અમે ખેડૂતોને વહેલામાં વહેલી તકે કોઈપણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખી રીતે જેવી રીતે પંજાબની સરકાર હેક્ટર દીઠ રૂપિયા 50,000 અને એકર દીઠ રૂપિયા 20,000ની સહાય આપે છે તેવી જ રીતે ગુજરાતમાં પણ સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરીએ છીએ.


► ચાર અને પાંચ નવેમ્બરે ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે જઈશ


ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે તેમની વેદનાને નરી આંખે સમજવા માટે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લમાં જશે. હું ઉત્તર ગુજરાતમાં આવનારા બે દિવસોમાં ખેડૂતોને મળવા માટે જવાનું છું. લાંબા સમયથી ખેડૂતોની લાગણી હતી કે હું તેમને જઈને મળું આજે જ્યારે ખેડૂતોને કોઈ આશ્વાસન આપનારની જરૂર છે, ત્યારે હું આમ આદમી પાર્ટી વતી ચાર અને પાંચ નવેમ્બરે ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે જઈશ.


► ઉઘાડા પગે ચાલીને ગાંધીનગર જઇશ


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વહેલામાં વહેલી તકે સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતરની જાહેરાત કરીને ચુકવણી કરે એવી અમારી રજૂઆત છે. તમામ ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ 50000 નાખી દો અઠવાડિયામાં તમામ ખેડૂતોના ખાતામાં પૈસા આવી જશે. ગુજરાત ભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. માત્ર ચોમાસુ પાકની નહીં પરંતુ શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી ખેડૂતોએ રજૂઆત કરી છે. આવતીકાલ સાંજ સુધીમાં જો તમામ ખેડૂતોના ખાતામાં પ્રતિ હેક્ટર 50,000ની રકમ નાખી દે તો હું ભાજપનો આભાર માનવા તૈયાર છું અને ઉઘાડા પગે ચાલીને ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને મળીને આભાર વ્યક્ત કરીશ.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Politics News - Aam Adami Party Gujarat News 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us