Gujarat Rain : રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો છે
Kamosmi Varsad in Gujarat : રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર કહ્યું કે આ વર્ષે કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. ત્યારે આપદાની આ સ્થિતિમાં રાજ્ય સરકાર પૂરી સંવેદના સાથે ખેડૂતોની સહાયતા માટે તેમની પડખે ઉભી છે.
• Read Also : ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે ઓનલાઈન આ રીતે કરવો... પૈસા સીધા ખાતામાં આવશે..
તેમણે કહ્યું કે આ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા અધિકારીઓને જરૂરી સૂચના આપી. રાજ્યમાં પાછલા બે દાયકાથી વધુ સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી. આવા સંજોગોમાં ખેડૂતોને જે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, તેની ઝડપથી સમીક્ષા અને સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. બીજી તરફ રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન પામેલ ડાંગરના પાકનું રૂબરૂ નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકાર હરહંમેશ અન્નદાતાઓના હિત માટે, તેમની સાથે અડગ ઉભી છે.
રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલા વરસાદે છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ સરેરાશ 3.30 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષમાં ઓક્ટોબરમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. આ પહેલા 2016, 2022 અને 2024ના વર્ષમાં પણ ઓક્ટોબરમાં વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ આ વર્ષે તેની તીવ્રતા સૌથી વધારે રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - How Krushi-Pragati Application In Gujarati : ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે ઓનલાઈન કેવી રીતે કરવો - Kamosmi Varsad in Gujarat - ખેડૂત સહાય
રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે, ત્યારે આપદાની આ સ્થિતિમાં રાજ્ય સરકાર પૂરી સંવેદના સાથે ખેડૂતોની સહાયતા માટે તેમની પડખે ઉભી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 1, 2025
આ સંદર્ભે, આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના… pic.twitter.com/NKklutSvqG
