
ધોરણ 12 પછી વિદેશ ભણવા જવું છે? જાણો કેટલો થશે ખર્ચ અને તેની પ્રક્રિયાને લગતી માહિતી...
Study Abroad After 12th : આજકાલ વિદેશમાં અભ્યાસ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે જે લોકો વિદેશમાં અભ્યાસ (Abroad Study) કરવા માંગે છે અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ પૂરી કર્યા પછી વિદેશી સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે, તેમની પાસે પ્રોગ્રામ્સ, કોલેજો, પ્રવેશની જરૂરિયાતો, ટેસ્ટ અને અન્ય પરિબળો વિશે પૂરતી માહિતી હોવી જરૂરી છે, જે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવા માટે જરૂરી છે. કારણ કે આ એક એવી તક છે જે તમને નવા અનુભવોની સાથે તમારા જીવનમાં નવી તકો અને કરિયર ગ્રોથ લાવે છે. પરંતુ વિદેશમાં અભ્યાસ કરવા જવાનું પ્લાનિંગ કરતા પહેલા તમારી પાસે અમુક બાબતોનું જ્ઞાન હોવું જોઇએ. જેમ કે યુએસ, યુકે, આયર્લેન્ડ, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અભ્યાસ કરવા માટે તમારી પાસે અંગ્રેજી ભાષા પર સારી પકડ જરૂરી છે. આવા જ અમુક મહત્વના મુદ્દાઓ, જે ધોરણ 12 પછી વિદેશમાં અભ્યાસ કરવાનું પ્લાનિંગ કરતા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવા જોઇએ તે નીચે મુજબ છે. તો ચાલો જાણીએ...
તમારા રસના ક્ષેત્રમાં જે દેશ સારા પ્રોગ્રામ્સ ઓફર કરે ત્યાંની કંઈ યુનિવર્સિટીની પસંદગી કરવી જોઇએ. જ્યાં તમને ગ્લોબલ ઇન્ફોર્મેશન, રોજગારની તકો, સ્પષ્ટ વાતચીત, વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો અને ઈન્ટરનેશનલ ઇનોવેશન પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની તકો મળે.
તમે વિદેશમાં અભ્યાસ અર્થે જે પણ પ્રોગ્રામ પસંદ કરો છો, તે તમારું આગળનું કરિયર નક્કી કરશે. તેથી પ્રોગ્રામની પસંદગી કરતા પહેલા તેમાં કરિયર ગ્રોથ, રીસર્ચ, અને તકો વિશે ખાસ માહિતી મેળવવી. એડમિશન માટેની જરૂરિયાતો જાણો. તમને જેમાં રસ હોય તે પ્રોગ્રામ માટે એડમિશનની જરૂરિયાતો પૂર્ણ કરવાની ખાતરી કરવી જોઈએ. જેમાં TOEFL અથવા GRE એકેડેમિક ટ્રાન્સ્ક્રિપ્ટ્સ અને રેકમેન્ડેશન લેટર જેવી પરીક્ષાઓનો સમાવેશ થઈ શકે છે.
તમને ઘરે બેઠાં જ કેટલાક એસેસમેન્ટ પૂરા પાડવાની સુવિધા મળે છે, જેમ કે TOEFL iBT. જેમાં તમારે ટેસ્ટ સેન્ટર પર જવું પડતું નથી અને તેમાં માત્ર 2 કલાકથી ઓછો સમય લાગે છે.
વિદેશ ભણવાનો વિચાર આવે એટલે બજેટની પ્રથમ ચિંતા થતી હોય છે. આ માટે તમારા બજેટને મજબૂત રાખો અને ખર્ચને પહોંચી વળવાની તૈયારી રાખો. કારણ કે અન્ય દેશમાં ભણતરના ખર્ચની સાથે રહેવા, જમવા અને ટ્રાસ્પોર્ટેશન સહિત અનેક ખર્ચાઓ લાગે છે. તેથી તમારી પાસે પૂરતું ફંડ હોવું જરૂરી છે.
ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે સ્કોલરશિપ અને ફાઇનાન્શિયલ એઇડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તમે તે અંગે તપાસ કરી શકો છો. તાજેતરમાં ETSએ નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન સાથે 'યુકે-ઇન્ડિયા TOEFL સ્કોલરશિપ' શરૂ કરવા માટે પાર્ટનરશિપ કરી હતી, જે યુકેમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને નાણાંકીય સહાય પૂરી પાડે છે.
ઘણી યુનિવર્સિટીમાં અરજી કરવાની ડેડલાઇન્સ વહેલી હોય છે, તેથી વદ્યાર્થીઓએ સમયસર અરજી કરવા માટે પૂરતી તૈયારી કરવી જોઇએ. એપ્લિકેશન મટિરિયલ અને જરૂરી ટેસ્ટ એક્ઝામ માટે તમારે તૈયાર રહેવું જોઇએ. તેમજ જ્યાં એડમિશન લેવા ઈચ્છતા હોવ ત્યા ક્યારથી એપ્લાઈ કરવું પડશે તેની માહિતી અગાઉ મેળવી લેવી જોઈએ.
વિદેશમાં અભ્યાસ કરવાનો અર્થ અન્ય દેશની સંસ્કૃતિને જાણવા, સમજવા અને માણવાની તક. તમારે તે દેશની સંસ્કૃતિ, રીવાજો, અને સામાજીક રીતરીવાજો વિશે જાણકારી અગાઉથી જ મેળવવી જોઇએ.
વિદ્યાર્થીઓ પોતાના વિઝા અને મુસાફરી માટેના તમામ જરૂરી કાગળો તૈયાર રાખવા જોઇએ. તમારો ટ્રાવેલ પ્લાન તૈયાર રાખવો જોઇએ અને રહેવા અને પરિવહનના વિકલ્પો પર ધ્યાન આપવું જોઈએ.
એક વખત ઉમેદવારને પ્રોગ્રામમાં એડમિશન આપવામાં આવે તે પછી તેઓએ વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. તેઓ જે દેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવે છે, તે દેશ માટે વિઝા અંગેની આવશ્યકતાઓની તપાસ કરવી જોઈએ અને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા જોઈએ.
એકવાર તમને વિઝા મળી જાય પછી તમારે મુસાફરી અને રહેવાની સગવડનું આયોજન કરવાનું શરૂ કરવું જોઈએ. રહેવાના વિકલ્પો, પરિવહન અને અન્ય લોજિસ્ટિક્સ પર ધ્યાન આપવું જોઈએ.
યાદ રાખો કે વિદેશમાં અભ્યાસ કરવો એ તમારા કરિયર માટે એક લાભદાયક અનુભવ હોઈ શકે છે, જે વ્યક્તિને પર્સનલ અને શૈક્ષણિક બંને રીતે વિકાસ કરવામાં મદદ કરી શકે છે. યોગ્ય આયોજન અને તૈયારી સાથે વિદ્યાર્થીઓ વિદેશમાં તેમનો મોટાભાગનો સમય પસાર કરી શકે છે અને તેમના શૈક્ષણિક અને કારકિર્દીના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. તમે જાતે જ આ તમામ માહિતી શોધીને એપ્લાય કરી શકો છો. પરંતુ જો તમારે આ માથાકુટમાં ન પડવું હોય તો અનેક એજન્સીઓ તેના માટે નજીવી ફી લઈને તમારૂ કામ કરી દેશે અને તમને યોગ્ય ગાઈડન્સ આપશે. પરંતું તેમાં અનેક ફ્રોડ એજન્સીઓ પણ હશે તેને લઈને તમારે ચેતવવું પડશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Study Abroad From India