આજે સવારે વડનગર પહોંચેલા અક્ષયકુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. સ્વયંભૂ શિવલિંગ અને મંદિરની અદ્ભુત કોતરણી જોઈને અક્ષયકુમાર ખુબજ પ્રભાવિત થયા હતા
ફિલ્મફેર એવોર્ડ્સમાં હાજરી આપવા ગુજરાત આવેલા બોલિવૂડ સ્ટાર અક્ષયકુમારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અક્ષય વડનગરના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે પોતાના અનુભવો ભાવુક શબ્દોમાં વ્યક્ત કર્યા.

આજે સવારે વડનગર પહોંચેલા અક્ષયકુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. સ્વયંભૂ શિવલિંગ અને મંદિરની અદ્ભુત કોતરણી જોઈને અક્ષયકુમાર ખુબજ પ્રભાવિત થયા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "હાટકેશ્વર મંદિરમાં જ્યારે શાંત વાતાવરણ હોય છે ત્યારે તમે ધ્યાનથી સાંભળો તો તમને ધીમે ધીમે અવાજમાં 'ઓમ નમઃ શિવાય' સંભળાય છે. આ અનુભવ અત્યંત શાંતિદાયક છે." તેમણે વધુમાં કહ્યું કે, "પ્રથમવાર વડનગર આવ્યો છું અને અહીંનો સમૃદ્ધ ઇતિહાસ જાણીને હું ખૂબ આનંદિત છું."
અક્ષયકુમારે મંદિર દર્શન બાદ પીએમ મોદીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. આ શાળામાંથી પીએમ મોદીની આ સ્કૂલ સાથે જોડાયેલી યાદોથી તેઓ માહિતગાર થયા હતા. . ત્યારબાદ, તેમણે વડનગરના આર્કિયોલોજિકલ મ્યુઝિયમની મુલાકાત લીધી, જ્યાં ઐતિહાસિક અવશેષો અને કલાકૃતિઓ જોઈ હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
