
WI T20 SERIES: અજિત અગરકર(Ajit Agarkar)ની આગેવાનીવાળી BCCIની સિલેક્શન કમિટીએ વેસ્ટ ઈન્ડીઝ T20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયા(Team INDIA)નું એલાન કર્યું છે. BCCIની સિલેક્શન કમિટીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. પાંચ મેચોની ટી20 સીરીઝ માટે ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા(Captain Hardik Pandya) કરશે. અને IPLમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનાર તિલક વર્મા(Tilak Varma) અને યશસ્વી જયસ્વાલ(Yashsvi Jaiswal)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે પણ ટી-20 શ્રેણી માટે કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિતના સિનિયર ખેલાડીઓને સ્થાન મળ્યું નથી.
અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલી આ પ્રથમ ટીમ છે. બુધવારે અજીત અગરકરને બીસીસીઆઈની પસંદગી સમિતિના ચીફ સિલેક્ટર ચૂંટવામાં આવ્યા હતા. હવે આ પસંદગી સમિતિએ પોતાની પ્રથમ ટીમની પસંદગી કરી છે. ટીમ ઈન્ડીયા વેસ્ટ ઈન્ડીઝ સામે પાંચ ટી-20 મેચોની ઉપરાંત ટેસ્ટ અને વનડે પણ રમવાની છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. ટેસ્ટ સિરીઝ બાદ બંને ટીમો વન ડે અને ટી-20 સિરીઝમાં આમને-સામને ટકરાશે.
આઈપીએલમાં જોરદાર પર્ફોમન્સ આપનાર યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને પહેલી વાર ટી-20 સિરિઝમાં લેવાયા છે. આઈપીએલમાં યશસ્વીએ 14 મેચમાં 625 રન બનાવ્યાં હતા.
Alert🚨: #TeamIndia's squad for T20I series against the West Indies announced. https://t.co/AGs92S3tcz
— BCCI (@BCCI) July 5, 2023
ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્સર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન, મુકેશ કુમાર.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News