
સોના-ચાંદીના ભાવ ઘટ્યા: ભારતમાં હાલ તમામ પ્રકારના માર્કેટ કંટ્રોલમાં છે. વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે ભારતની ઈકોનો(Indian Economy)મી સ્થિર જોવા મળી છે. જેને કારણે સોના-ચાંદીના ભાવમાં પણ સ્થિરતા જોવા મળી છે. મોંઘવારીના માર વચ્ચે સોના-ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. સોના-ચાંદીના દાગીના પ્રત્યે દરેક લોકો આકર્ષાય છે. ખાસ તો સેફ ઈન્વેસ્ટર(Safe Invester) સોનામાં રોકાણ કરતા હોય છે. અને સોનાના દાગીના બનાવવામાં પણ મહિલા રસ ધરાવતી હોય છે. એવામાં તે તમામ લોકો સારા સમાચાર છે. હમણાં થોડા દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. દાખલા તરીકે, ગત મહિનાની સાપેક્ષે (gold price today 24 carat)24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમતમાં રૂ.1400નો ઘટાડો થયો છે અને તે લગભગ રૂ. 60,070 પર પહોંચ્યું છે. તો બીજી તરફ પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોના (gold price today 22 carat)ની કિંમત હવે રૂ. 55,070 થઈ છે.
સોનાથી વિપરીત, ચાંદી તેના મૂલ્યમાં નજીવા ફેરફાર સાથે પ્રમાણમાં સ્થિર રહી છે. હાલમાં એક કિલો ચાંદી રૂ,73,500માં મળે છે. નોંધનીય છે કે તાજેતરમાં સોના અને ચાંદી બંનેની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનું વૈશ્વિક બજાર મૂલ્ય હવે 0.09 ટકા ઘટીને ઔંસ દીઠ $1969.20 ડોલર છે. તેનાથી વિપરીત, ચાંદીમાં 0.25 ટકાનો થોડો વધારો થયો હતો, જે તેને 24.40 ડોલર પ્રતિ ઔંસ બનાવે છે.
વાયદા બજારમાં સોનાની કિંમતમાં ગત મહિનાની સાપેક્ષે 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો વર્તમાન ભાવ રૂપિયા 58,510 પર છે. MCX પર ગોલ્ડ લોટની વાત કરીએ તો ટર્નઓવર 13,744 રૂપિયાની નોંધપાત્ર રકમ પર પહોંચી ગયું છે. વિશ્લેષકોએ આ ઘટાડાનું કારણ સોનાના વાયદા માટે આજે લેવામાં આવેલી નવી પોઝિશનની અછતને આભારી છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - business News