
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડ્યો છે. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather : ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડ્યો છે. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડિપ્રેશન સક્રિય થતાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ડિપ્રેશન સક્રિય થતાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
8 સપ્ટેમ્બરે 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી 9 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89% જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 106.50%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 107.34%, સૌરાષ્ટ્રમાં 91.29% અને દક્ષિણમાં 107.99% જેટલો વરસાદ નોધાયો છે.
આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ, સુરેન્દ્રનગર અને ખેડામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 23% વધુ વરસાદ વરસ્યો છે. માછીમારોને ભારે વરસાદને કારણે દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Weather Forecast : Gujarat Rain Update - ગુજરાત વરસાદ આગાહી