
ચોમાસામાં રાત્રે ઘરમાં જીવજંતુઓ કરે છે પરેશાન? આ 5 અસરકારક ટિપ્સથી મિનિટોમાં જંતુઓ થશે ગાયબ...
How to Get Rid of Moths at Home : ચોમાસાની સિઝન શરૂ થતા જ રાત્રીના સમયે ઘરમાં જ્યાં લાઈટ શરૂ હોય ત્યાં આસપાસ અનેક પ્રકારના જીવજંતુ આવવા લાગે છે. જે શાંતીથી આપણને ખાવા-સુવા દેતા નથી. જેનાથી છૂટકારો મેળવવો ઘણીવાર મુશ્કેલ બની જાય છે. તેથી આજે અમે તમને જણાવીશું કે લાઇટની આસપાસ ફરકતા જીવજંતુઓથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય છે. તમે કેટલાંક સરળ ઉપાયો કરીને મિનિટોમાં આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
1.સાંજે બારી-દરવાજા બંધ કરી દો: સાંજના સમયે લાઇટ ચાલુ કરતાં પહેલા ઘરના બારી-દરવાજા બંધ કરી દો. તે બાદ જ ઘરની અંદરની લાઇટ ચાલુ કરો. આવું એટલા માટે કારણ કે જીવજંતુઓ લાઇટની આસપાસ જ ફરતા રહે છે. તેથી ઘરની લાઇટ ચાલુ કરતાં પહેલા બારી-દરવાજા બંધ જરૂર કરો. જેનાથી તે ઘરમાં પ્રવેશી ન શકે.
2.ઘરમાં હોમમેડ કેન્ડલ સળગાવો: સાંજના સમયે બારી-દરવાજા બંધ કર્યા બાદ, લાઇટ ચાલુ કરતા પહેલા ઘરમાં થોડી વાર કેન્ડલ સળગાવો. જો તમે ઇચ્છો તો હોમમેડ કેન્ડલ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવતી વખતે પેપરમિંટ અને લેવેંડર ઓઇલને મીણમાં જરૂર એડ કરો.
3.લાઇટ બંધ કરો: જો તમને ઘરમાં લાઇટની આસપાસ જીવજંતુઓ દેખાય, તો તમે થોડી વાર માટે તમારા ઘરની બધી જ લાઇટો બંધ કરી દો. તેનાથી થોડી જ વારમાં તે ઘરની બહારની રોશનીથી આકર્ષિત થશે અને બહાર ચાલ્યા જશે. જો તમે ઇચ્છો તો તેનાથી છૂટકારો મેળવવા માટે ઘરમાં ગલગોટાના ફૂલોનો ગુલદસ્તો અથવા તુલસીના પાનને પણ ઘરમાં ખૂણે-ખૂણે મુકી શકો છો. અથવા કડવા લીમડાના પાનનો ધુમાડો કરો.
4.ઘરે બનાવો એર ફ્રેશનર: જીવજંતુઓથી છૂટકારો મેળવવા માટે તમે ઘરે જ હોમમેડ એર ફ્રેશનર તૈયાર કરી શકો છો. તેને બનાવવા માટે એક બાઉલમાં થોડો બેકિંગ સોડા લો અને તેમાં યુકેલિપ્ટસ, સિટ્રોનેલા એસેંશિયલ ઓઇલ અને લેમન જ્યૂસના દસ-દસ ટીપાં મિક્સ કરો. પછી આ મિક્ચસરને એક સ્પ્રે બોટલમાં ભરો અને સમયે-સમયે ઘરના દરેક ખૂણે સ્પ્રે કરો. ખાસ કરીને લાઇટની આસપાસ તેને સ્પ્રે જરૂર કરો.
5.આ વસ્તુઓને સાફ કરો: વરસાદની સીઝનમાં ઘરની સફાઇની સાથે સાથે બારી-દરવાજા અને ટ્યૂબલાઇટ તથા બલ્બની સફાઇ પણ કરતા રહો. તેના માટે બે મગ પાણીમાં એક કપ વિનેગર અને એક લીંબુનો રસ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. તે બાદ આ મિશ્રણમાં કપડુ બોળીને નીચોવી લો. હવે તેનાથી બારી-દરવાજાની સાથે બલ્બ અને ટ્યૂબલાઇટને પણ સાફ કરો. પરંતુ તેની પહેલા પાવર કટ કરવાનું ન ભૂલો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી