• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • મહાભાગ્યોદયનો બની રહ્યો છે યોગ, આ ત્રણ રાશિના જાતકોની કિસ્મત ખુલશે...

મહાભાગ્યોદયનો બની રહ્યો છે યોગ, આ ત્રણ રાશિના જાતકોની કિસ્મત ખુલશે...

11:15 AM July 06, 2023 admin Share on WhatsApp



Astrology Horoscope: જુલાઈ માસમાં અધિકમાસની શરૂઆત થવાની છે. ત્યારે જુલાઈ મહિનામાં શુક્ર-બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે અને આ લક્ષ્મી નારાયણ યોગને કારણે 3 રાશિઓના જાતકોને પુષ્કળ ધન લાભ થવા જઈ રહ્યો છે એટલું જ નહીં આ રાશિના જાતકોના જીવન, કરિયરમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે એક જ રાશિમાં શુક્ર અને બુધની યુતિ થાય છે એ સમયે આ લક્ષ્મી નારાયણ યોગ બને છે. એવામાં 25મી જુલાઈથી સિંહ રાશિમાં શુક્ર અને બુધની યુતિ થવા જઈ રહી છે અને એને કારણે આ લક્ષ્મી નારાયણ યોગ બનશે, તો ચાલો, વધારે સમય વેડફ્યા જોઈએ કે કઈ છે આ ત્રણ રાશિઓ કે, જેને આ યોગને કારણે આર્થિક લાભ થવા જઈ રહ્યો છે-

7મી જુલાઈના સવારે 4.28 વાગ્યે શુક્ર ગ્રહનું સિંહ રાશિમાં ગોચર થશે અને તે 7મી ઓગસ્ટ સુધી રહેશે. આ બધા વચ્ચે બુધ ગ્રહ 25 જુલાઈ મંગળવારે સવારે 4.38 વાગ્યે સિંહ રાશિમાં ગોચર કરશે અને 1 ઓક્ટોબરે રાત્રે 8.45 વાગ્યા સુધી તેમાં વિદ્યમાન રહેશે. આ રીતે જોવા મળે તો 25 જુલાઈએ સિંહ રાશિમાં બુધ અને શુક્રની યુતિ થશે અને આ યુતિની અસર 7મી ઓગસ્ટ સુધી જોવા મળશે. 25મી જુલાઈથી સાતમી ઓગ્સ્ટ સુધી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. 7મી ઓગસ્ટે સવારે 10.37 વાગ્યે શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે અને એ સમયે લક્ષ્મી નારાયણ યોગની પૂર્ણાહૂતિ થશે.

મિથુન રાશી :

મિથુન રાશિના જાતકોના જીવનમાં આ લક્ષ્મી નારાયણ યોગની ખૂબ જ સારી અસર જોવા મળશે. આ યોગને કારણે આ રાશિના જાતકોને જોરદાર ધન લાભ થઈ રહ્યો છે અને એનાથી આ રાશિના લોકોની સ્થિતિમાં સુધારો જોવા મળશે. જુના દેવામાંથી મુક્તિ મળશે. શુક્ર અને બુધના સકારાત્મક પ્રભાવથી કરિયરમાં પણ સારો એવો લાભ થઈ રહ્યો છે. નોકરીયાત વર્ગના લોકો માટે 25મી જુલાઈથી 7મી ઓગસ્ટ સુધીનો સમય બેસ્ટ રહેશે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલાં જાતકો માટે આ સમયગાળો સમય અનુકૂળ રહેશે.

કન્યા રાશી :

આગળ વાત કરીએ કન્યા રાશિ વિશે. કન્યા રાશિના લોકો પર લક્ષ્મી નારાયણ યોગની સકારાત્મક અસર જોવા મળી રહી છે. આવકમાં વધારો થઈ શકે છે અને તેને કારણે આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. આ યોગને કારણે તમારા પર કિસ્મત મહેરબાન રહેશે. બિઝનેસમાં પણ નવા નવા નફા કમાવવાની તક મળી રહી છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જેનાથી આખા પરિવાર ખુશ જોવા મળશે. લાંબા સમયથી ચાલી રહેલાં પ્રોપર્ટી સાથે સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે. મામલાનું સમાધાન થવા પર તમને મોટો ધન લાભ થઈ શકે છે.

તુલા રાશી :

લક્ષ્મી નારાયણ યોગ તુલા રાશિના જાતકો માટે વરદાન સાબિત થઈ શકે છે. ભાગ્યના પ્રબળ હોવાના કારણે બિઝનેસમાં ખૂબ વધારો થતો દેખાઈ રહ્યો છે. નફો થવાના પણ સારા યોગ બની રહ્યા છે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થશે. જે લોકો નોકરીની શોધ કરી રહ્યા છે. તેમને ખુશખબર મળી શકે છે. નવી જોબનો પ્રસ્તાવ મળી શકે છે અને એને કારણે મન પ્રસન્ન રહેશે. જો તમે પોતાના બિઝનેસમાં રોકાણ કરવા માંગો છો તો એના માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Astrology horoscope, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Zodiac Sign



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us