
OMG 2 Teaser: મહાદેવ બનેલા અક્ષય કુમારે શેર કર્યુ ફિલ્મનું પોસ્ટર, શ્રાવણ મહિનામાં થશે રિલિઝ...
Akshay Kumar Film OMG 2 Teaser: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) એક પછી એક સતત ઘણી ફિલ્મોનું એલાન કરી રહ્યો છે. તેવામાં તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મની લિસ્ટમાં 'ઓએમજી 2' (OMG 2) પણ સામેલ છે. આ ફિલ્મનું પહેલુ પોસ્ટર અક્ષય ઘણા સમય પહેલા જ રિલીઝ કરી ચુક્યો છે. જેમાં તેનો ચહેરો જોવા મળ્યો ન હતો.
તેવામાં તેણે હવે OMG 2નું બીજુ પોસ્ટર પણ શેર કર્યુ છે અને તેની સાથે જ તેણે ટીઝર (OMG 2 Teaser) સાથે જોડાયેલી ડિટેલ્સ પણ શેર કરી છે. તેના આ પોસ્ટરથી સ્પષ્ટ છે કે પહેલી ફિલ્મમાં ભગવાન કૃષ્ણ બની ચુકેલો અક્ષય હવે તેની સીક્વલમાં કયા ભગવાનના રૂપમાં જોવા મળશે.
અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ તેની ફિલ્મ OMG 2નું પોસ્ટર છે. આ પોસ્ટરમાં અક્ષય કુમારનો લુક જોઇને ફિલ્મમાં તેના કેરેક્ટરનો અંદાજ લગાવી શકાય છે. તે પોસ્ટરમાં માથા પર ભસ્મ લગાવેલો, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલો, માથા પર જટા બાંધેલો જોવા મળી રહ્યો છે.
તેના માથે ત્રીજુ નેત્ર બનેલુ જોવા મળે છે અને ગળામાં વાદળી રંગ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર ઉપર તરફ જોતો જોવા મળે છે. તેનાથી સ્પષ્ટ છે કે પહેલા શ્રીકૃષ્ણ બની ચુકેલો અક્ષય આ વખતે નીલકંઠ, જટાધારી ભોલેનાથના રૂપમાં જોવા મળશે. અહીં જુઓ વાયરલ થઇ રહેલું અક્ષય કુમારનું આ પોસ્ટર.
► ફિલ્મમાં પંકજ ત્રિપાઠીનું આવું હશે કેરેક્ટર
અને બીજું પોસ્ટર પંકજ ત્રિપાઠીએ શેર કર્યુ છે. પંકજે આ ફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે જણાવ્યું છે. પંકજ ત્રિપાઠી OMG 2માં કાંતિ શરણ મુદગલના રોલમાં જોવા મળશે. પોસ્ટર શેર કરતા, એક્ટરે લખ્યું, "ટીઝર ટૂંક સમયમાં આવી રહ્યું છે અને OMG 2 11મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે."
RELATABLE POST
► Lust Stories 2: મૃણાલ ઠાકુરનો બોલ્ડ સીન ઈન્ટરનેટ પર લીક, વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા...
►સુશાંતસિંહ રાજપૂતના કેસમાં મોટો ખુલાસો, દેવેન્દ્ર ફડણવીસ કહ્યું...
આ પોસ્ટરને શેર કરતાં અક્ષયે કેપ્શનમાં ટીઝર સાથે જોડાયેલી ડિટેલ્સ પણ શેર કરી છે. તેણે લખ્યું, બસ થોડા દિવસોમાં...#OMG2 થિયેટર્સમાં 11 ઓગસ્ટે રિલીઝ થશે. ટીઝર જલ્દી જ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ જોવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન અમિત રાયે કર્યુ છે. આ ઉપરાંત અક્ષયની અપકમિંગ ફિલ્મોની લિસ્ટમાં 'બડે મિયાં છોટે મિયાં' અને 'હાઉસફુલ 5' સામેલ છે. આ ત્રણેય ફિલ્મોનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવી ચુક્યો છે.
►આવી હોઇ શકે છે ફિલ્મની સ્ટોરી
રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનો વિષય યૌન શિક્ષણ પર આધારિત હશે. આ ફિલ્મ કથિત રીતે કોર્ટરૂમ ડ્રામા હશે, જેમાં એક નાગરિક કોર્ટમાં જઇને ફરજિયાત યૌન શિક્ષણની માગણી કરે છે. આપણે અગાઉ OMG ફિલ્મમાં જોયુ છે કે ભગવાનને લઈને અલગ અલગ અંધશ્રધ્ધાના પડકારને પ્રશ્ન કરતી હતી. તો હવે આ ફિલ્મમાં યૌન શિક્ષણ સંબંધિત વિષય પર માહિતી આપી શકે છે. પરંતુ તે ફિલ્મના ટ્રેલર અને સંપુર્ણ ફિલ્મ આવ્યા બાદ જ નક્કી થશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News