
UCC ને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે ચર્ચા થઈ હતી.
(Uniform Civil Code) UCC Counsil Commitee Meetings with Gujarat Chief Minister Bhupendra Patel : રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા અંગે મહત્વની બેઠક મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં UCC ની બેઠક યોજાઈ હતી.બેઠકમાં યુસીસીના રિપોર્ટ અંગે કમિટીના સભ્યો સાથે ચર્ચા કરાવામાં આવી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે મુખ્યમંત્રએ માહિતી મેળવી હતી. ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ બેઠકને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ એક મહિન જેટલો સમય લાગી શકે છે. બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ અંગે વિચારણા કરાઈ છે.
ગુજરાત UCC ના અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે, UCC રિપોર્ટ 1 મહિનામાં સોંપવામાં આવશે. ગુજરાત UCC નો રિપોર્ટ સોંપતા હજુ 1 મહિનાનો સમય લાગશે. આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. તેમજ અલગ અલગ જગ્યાઓ પર UCC એ લોકોને સાંભળ્યા છે. અમારે હવે વધુ એક્ટેન્શનની જરૂર નથી.
UCC ને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે UCC ની બેઠક મળી હતી. 1 મહિનામાં UCC રિપોર્ટ સોંપવામાં આવશે. તેમજ 1.15 લાખ જેટલી રજૂઆત UCC એ સાંભળી છે. મુખ્યમંત્રી સાથે આજે UCC ની બેઠક થઈ છે.
ગોવામાં વર્ષ 1961 થી સમાન નાગરિક હક સંહિતા લાગુ છે.
આવી રીતે કરવામાં આવી હતી રચના યુનિફોર્મ સિવિલ કોડની
ઉદાહરણ તરીકે જે દાયદો હિંદુ ધર્મ માટે હશે તે અન્ય ધર્મો માટે લાગુ પડશે. શરીયત મુજબ મિલકતના ભાગ નહી પડે. મહત્વની બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ કરવામાં આવનાર છે.
બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સુડાન, ઇજિપ્ત, પાકિસ્તાન અને તુર્કીમાં લાગુ છે યુસીસી
ગત વર્ષે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું.
યુસીસીની કમિટીમાં રંજના દેસાઈ, સી.એલ.મીણા, આર.સી.કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફની નિમણૂક કરવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , UCC Counsil Commitee Meetings with Gujarat Chief Minister Bhupendra Patel