
Ind vs Eng 5th Test : ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં 6 રને વિજય મેળવી ભારતે પોતાના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટીએ સૌથી સ્મોલેસ્ટ વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતનો સૌથી સ્મોલેસ્ટ વિજય 13 રનનો હતો
Ind vs Eng 5th Test : યશસ્વી જયસ્વાલની સદી પછી મોહમ્મદ સિરાજ (5 વિકેટ) અને પ્રસિદ્ધ ક્રિષ્નાની (4 વિકેટ) શાનદાર બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે જીતવા માટે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ 85.1 ઓવરમાં 367 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી છે. 6 રને વિજય મેળવી ભારતે પોતાના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટીએ સૌથી સ્મોલેસ્ટ વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતનો સૌથી સ્મોલેસ્ટ વિજય 13 રનનો હતો. જે ઓસ્ટ્રેલિયા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2004માં મેળવ્યો હતો. ભારતે ટેસ્ટમાં પ્રથમ વખત સિંગલ ડિજિટમાં રનથી વિજય મેળવ્યો છે.
• 6 રન – વિ ઇંગ્લેન્ડ, ઓવલ, 2025
• 13 રન – વિ ઓસ્ટ્રેલિયા, વાનખેડે, 2004
• 28 રન – વિ ઇંગ્લેન્ડ, કોલકાતા, 1972
• 31 રન – વિ ઓસ્ટ્રેલિયા, એડિલેડ, 1978
• 37 રન – વેસ્ટ ઇન્ડીઝ, પોર્ટ ઓફ સ્પેન, 2002
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછા રનથી વિજયના રેકોર્ડની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડ પ્રથમ સ્થાને છે. બન્ને ટીમોએ માત્ર 1-1 રનથી વિજય મેળવેલો છે. વેસ્ટ ઇન્ડીઝે ઓસ્ટ્રેલિયા સામે 1993માં 1 રનથી વિજય મેળવ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામે 2023માં 1 રનથી વિજય મેળવ્યો હતો. પાંચમાં અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરુર હતી અને ભારતને 4 વિકેટની જરુર હતી. પાંચમાં દિવસે મોહમ્મદ સિરાજે 3 વિકેટ અને ક્રિષ્નાએ 1 વિકેટ ઝડપી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Ind vs Eng 5th Test : tied series by 2-2