નડિયાદના ચકલાસીની હદમાં ભુમેલ સીમમાં આવેલ અમૂલ પાર્લર પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી રૂ.૯,૪૦૦નો વિદેશી દારૂનો જથ્થો તેમજ બે વાહનો મળી કુલ રૂ. ૧,૨૯,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલા ૩ આરોપીઓ જેમાં એક દારુનો બુટલેગર તથા દારુના વેચાણમાં મદદગારી કરનાર બે અને દારુનો જથ્થો આપનાર પીજના નામચીન બૂટલેગર સહિત કુલ ૬ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર ખાતે સ્ટેટ વિજિલન્સ સેલ પોલીસને બાતમી મળેલ કે ભુમેલ સીમમાં ઉત્તરસંડા રોડ પર એક પાર્લરની આડમાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. આ બાતમી આધારે પોલીસે દરોડો પાડતા પાર્લરમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પાર્લરના સંચાલક દિનેશ ઘનશ્યામભાઈ ઉર્ફે મનુભાઈ પરમાર (રહે.ભુમેલ ફાટક પાસે, તા.નડિયાદ) અને મદદગારી કરનાર જયેન્દ્ર ગણપતભાઈ રાજ (રહે. નીશાળ ફળિયું, ભુમેલ) અને જતીન પુનમભાઈ તળપદા (રહે. નીચલો વાસ, ભુમેલ)ને ઝડપી પાડયા હતા.
પોલીસે પાર્લર પાસે પાર્ક કરેલ એક એક્ટીવા અને એક મોટરસાયકલ પણ કબ્જે કર્યુ હતુ. જે પૈકી એક્ટીવાની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે પુછપરછ કરતા દિનેશ પરમારના ઘરે મોટા પ્રમાણમાં દારૂ રાખ્યો હોવાની જાણ થતાં પોલીસે દિનેશના ઘરે તપાસ કરતા વિદેશી દારૂની બોટલો નંગ ૭૯ કિંમત રૂ. ૯,૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અંગજડતીમાંથી રોકડ સહિત બે વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧,૨૯,૯૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ દારૂના વેપલામાં કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પોલીસે આરોપી દિનેશ પરમારની પુછપરછ કરતાં છેલ્લા દોઢ વર્ષથી દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની તેમજ પકડાયેલા બે આરોપીઓ તેના મિત્રો છે જે દારૂના ધંધામાં મદદગારી કરતા હતા. આ ઉપરાંત દારૂના ધંધામાં તેના પિતા ઘનશ્યામ ઉર્ફે મનુભાઈ સનાભાઈ પરમાર અને માતા જયાબેન ઘનશ્યામ ઉર્ફે મનુભાઈ પરમાર સપોર્ટ કરતા હોવાનું જણાવ્યું હતુ. તેમજ આ પકડાયેલ દારૂ પીજના બુટલેગર અલ્પેશ ભોઈ પાસેથી લાવતા હોવાનું જણાવ્યું હતુ. આ બનાવ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે કુલ ૬ ઇસમો સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Samachar News