
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે 20 જુલાઈ રવિવારના દિવસે કચ્છ, મોરબી અને જામનગરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
IMD Gujarat Update : હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે કચ્છ, મોરબી અને જામનગરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ છૂટાછવાયા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ તેવી શક્યતા છે.
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસી ચુક્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાઇ ચુક્યા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાઇ ચુક્યા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ લેવલ પર છે.
હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 21 મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાઇ છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.
ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા સાત દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આજે વરસાદને લઇને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. જો કે હવે ફરી ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા તેની અસર ગુજરાત પર પણ પડી રહી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગ દ્વારા છૂટછવાયાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં પણ સર્જાયું છે. આ ડિપ્રેશનની અસર ગુજરાતમાં 23 જુલાઇ બાદ જોવા મળશે. હવામાન વિભાગે 23 જુલાઇ સુધી ભારે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Weather Update : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - આજના વરસાદ આંકડા - Today Rain Data Gujarat Region