
ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે.. આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થઇ ચૂક્યા છે.. અધિકારીઓના વાંકે અનેક જિંદગી હતી ન હતી થઇ ગઇ, તો અનેક પરિવારોનો માળો વિંખેરાઇ ગયો
Gambhira Bridge Incident : વડોદરા જિલ્લાના પાદરા પાસે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. ઘટનાની ઘડી એટલી ભયાનક હતી કે જીવ બચાવવા લોકો ચીસા પાડી રહ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત થયા છે. તો અન્ય 5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના શા માટે બની અને તેના પાછળ કોની બેદરકારી છે તે અંગે લોકો સતત સવાલ કરી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી માત્ર હૈયાધારણા અપાઈ રહી છે. બીજી બાજુ ભ્રષ્ટાચારીઓના પાપે પડેલો આ પુલ લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ પણ ઓછો કરી રહ્યો છે...
• 7:30 વાગ્યે, પાદરા નજીકનો 45 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડ્યો.
• તેમાં પસાર થતી 2 ટ્રક, 2 ઈકો કાર અને અનેક બાઈક સીધા મહીસાગર નદીમાં પડી ગયા.
• અત્યાર સુધીમાં 10થી વધુના મોત થયા છે અને ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા છે.
• અનેક પરિવારો હજુ તેમના સગાંને શોધી રહ્યા છે.
ઘટના બાદ NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. નદીની વચ્ચે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં રાત્રિના સમયે પણ પ્રયાસો ચાલુ રાખ્યા છે. પરંતુ આ ઘટનાને આંખે જોનારા ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટનાના એક કલાક સુધી કોઈપણ રેસ્ક્યુ ટીમ પહોંચી ન હતી.
સ્થાનિકોના મતે, બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. ઘણીવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં ફક્ત દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવ્યું હતું. આજની આ દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિગત | માહિતી |
જગ્યા | પાદરા, મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ |
ખાબકેલા વાહનો | ટ્રક, પીકઅપ, ઈકો કાર અને બાઈક |
જાનહાનિ | સ્થાનિકો દ્વારા કેટલાક મોતના દાવા |
કામગીરી | પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ |
કારણ | જર્જરિત માળખું અને બેદરકારી |
વડોદરા જિલ્લાના પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં જનહાનિ થતા સરકારોએ રાહત પેકેજ જાહેર કર્યું છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને લઇ રાજ્ય તથા કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.
લાભાર્થી | સહાય રકમ | સહાય આપનાર |
મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો | રૂ.4 લાખ | રાજ્ય સરકાર |
મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો | રૂ.2 લાખ | કેન્દ્ર સરકાર (PMNRF) |
ઈજાગ્રસ્ત વ્યક્તિઓ | રૂ.50,000 | રાજ્ય સરકાર દ્વારા |
♦ કુલ મળીને મૃતકના પરિવારને ₹6 લાખ મળશે.
♦ ઘાયલોને સારવાર માટે ₹50,000 સહાય આપવામાં આવશે.
અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા હતા અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક પરિવાર (Parivar)ના 3 સભ્યો (પિતા અને બે બાળકો) મૃત્યુ પામ્યા હતા.આ ઘટના ખુબજ વિષાદજનક છે.
1. Rameshbhai Ravjibhai Padhiar, 38 — મુજપુર, વડોદરા
2. Vaidika Rameshbhai Padhiar, 4 (બેસ્ટ) — મુજપુર
3. Naitik Rameshbhai Padhiar, 2 — મુજપુર
4. Vakhtsinh Manusinh Jadav, 55 — કેહાનવા
5. Hasmukhbhai Mahijibhai Parmar, 40 — હર્શદપુરા
6. Rajeshbhai Ishwarbhai Chavda, 22 — દેવાપુરા, આંકલાવ
7. Pravinbhai Ravjibhai Jadav, 33 — ઉંડેલ, ખંભાત
8. Kanjibhai Melabhai Machhi, 40 — ગંભીરા, આંકલાવ
9. Jashubhai Shankarbhai Harijan, 65 — ગંભીરા, આંકલાવ
10. Ajitsinh Vajesinh Vaghela, 32 — સુંદરપુરા, ખંભાત
1. Narendrasinh Ratansinh Parmar, 45 — ડેહગામ
2. Ganpatsinh Khansinh Rajput, 40 — ઉદેપુર, રાજસ્થાન
3. Rajubhai Dodabhai, 30 — દ્વારકા
4. Dilipbhai Raysinh Padhiar, 34 — નાનીશેરખી
5. Sonalben Rameshbhai Padhiar, 45 — મુજપુર
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gambhira Bridge Incident